Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડીના રાસ્કાના કાનાણી પરિવાર દ્વારા લીંબડી મહાજન પાંજરાપોળમાં એક લાખ એક હજાર રૂપિયાનુ દાન કરાયું.

Share

લીંબડી મહાજન પાંજરાપોળમા નિર્બળ અને નિઃસહાય અબોલ પશુઓને રાખવામાં આવી રહ્યા છે ત્યારે અંદાજીત રોજનો ખર્ચ આ પશુઓને ઘાસચારો નીણ સહિતનો એક લાખની આજુબાજુનો ખર્ચ છે ત્યારે બે હજાર અબોલ પશુઓ આ લીંબડી મહાજન પાંજરાપોળના સહારે જીવન જીવી રહ્યા છે ત્યારે આજે લીંબડી તાલુકાના કમ્લેશભાઈ કાનાણી એ એક લાખ એક હજાર રૂપિયા આ મહાજન પાંજરાપોળમાં દાન આપ્યું હતું.

ત્યારે સ્વઃ ગંગારામભાઈના જીવંત સમયે પોતાના પુત્ર કમલેશભાઈને કહેવામાં આવ્યું હતું કે બેટા તું લીંબડી મહાજન પાંજરાપોળમા દાન આપજે જે આજરોજ સ્વઃ તુકારામ કાનાણી અને સ્વ ગણપતભાઇ કાનાણીના ભાઈના હસ્તે એટલે કે કમલેશભાઈના હસ્તે અબોલ પશુઓને ઘાસચારો મળી રહે તે હેતુથી આજરોજ દાન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમયે આ પાજળાપોળના ટ્રસ્ટી રતીલાલ કાકા દ્વારા કાનાણી પરિવારનો આભાર માન્યો હતો.

કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

જિલ્લા આયોજન અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને નેત્રંગ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. 

ProudOfGujarat

અંકલેશ્વર- નોબલ માર્કેટમાં કેમિકલ વાળી બેગોનું ધોવાણ ફરી એકવાર જોર-શોરમાં, GPCB મૌનવ્રત માં !

ProudOfGujarat

નેત્રંગમાં હાઇટેન્શન લાઇન પર ચડતા વાનરોને કરંટ લાગવાથી 8 વાનરોનાં મોત થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!