Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં કોરોનાની એન્ટ્રી : ફીદાઇબાગમાં એક વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો.

Share

છેલ્લા ઘણા સમયથી લીંબડીમાં કોરોના કહેર થંભ્યો હતો ત્યારે વળી કોરોનાએ લીંબડી શહેરમાં એન્ટ્રી મારતા તંત્ર ખડે પગે થયુ છે અને કોરોના વધુ પગ પેસારો ના કરે તે માટે કમર કસીને કામે લાગી ગયેલ છે અને શહેરની જનતાને અવારનવાર કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા સુચન પણ કરેલ છે પણ લીંબડી શહેરના વેપારીઓ તેમજ શાકમાર્કેટના વેપારીઓ આ સુચનાના લીરા ઉડાવતા હોય તેવું લાગી રહયું છે કેમ કે બજારમાં કોઇ

જાતનું સોશ્યલ ડીસ્ટન્સ નહી અને માસ્ક વગર વેપાર કરી રહયા છે અને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ કરવા તત્પર હોય તેમ લાગી રહયું છે ત્યારે વળી ફરીથી લીંબડી શહેરમાં કોરોનાની એન્ટ્રી શહેરમાં આવતા જો તંત્ર પ્રજા માટે હોય તો પ્રજાને પણ તંત્ર સાથે રહેવું જરૂરી છે ત્યારે કોરોના પોઝીટીવ આવેલ વ્યક્તિને હોમ આઇસોલેશન કરવામાં આવેલ છે તેમજ ઘરના સભ્યોને ટેસ્ટ કરવામાં આવ્યા હતા પણ તમામ સભ્યોનો કોરોના રીર્પોટ નેગેટીવ આવેલ હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજપીપલા : નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં “ગ્રીન નર્મદા” પ્રોજેકટ સંદર્ભે વન મહોત્સવની ઉજવણી પૂર્વે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીની યોજાઇ સમીક્ષા બેઠક.

ProudOfGujarat

રાજપારડી ગામની સીમમા ખેડુતોના સ્ટાર્ટર અને ઈલેક્ટ્રીક વાયરોની ચોરી કરનાર ચોર ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વરના બાપુનગર ગાંધી માર્કેટ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના મામલે એક ઇસમની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!