Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી બગોદરા હાઈવે પર ડમ્પર ચાલકનું અકસ્માતમાં મોત.

Share

સુરેન્દ્રનગરના લીંબડી બગોદરા હાઈવે પાસે ડમ્પર ચાલક ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

લીંબડી બગોદરા હાઈવે પાસે જનસાળીના પાટીયા પાસે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ ડમ્પર ચાલકનું મોત થયું છે. આ ડમ્પર ચાલક લીંબડી તરફ આવી રહ્યો હતો તે સમયે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર જનસાળીના પાટીયા પાસે ડમ્પર પલટી ખાઈ જતા ડ્રાઇવર મનસુખ શંકર માત્રાણીયા ઉંમર વર્ષ ૩૫ સાયલા તાલુકાના હોય તેમનું અકસ્માતમાં મૃત્યુ થતાં લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે તેમના મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

અસત્ય પર સત્યના વિજયનું પર્વ એટલે દશેરા, જાણો શું છે ઈતિહાસ

ProudOfGujarat

તોઉ-તેનું તાંડવ : દહેજ ખાતે દરિયામાં કરંટ જોવા મળ્યો, પોર્ટ પર તમામ ઑપરેશન બંધ રાખવા આદેશ.

ProudOfGujarat

ભરૂચ નગરમાં ઘરફોડ ચોરીનો સિલસિલો યથાવત : પોલીસ તંત્ર અતિ નિંદ્રામાં લીન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!