Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરમાં 81 ખેડૂતોને PGVCL એ એક કરોડનો દંડ ફટકારતા વિરોધ કર્યો

Share

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ PGVCL ની ઘોર બેદરકારીનો આક્ષેપ કરીને કલેક્ટર કચેરીમાં દંડવત કરી વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.જિલ્લાના રામગઢ અને નોલી ગામના 81 ખેડૂતોને 1 કરોડથી વધુની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે.

આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને દંડવત કરીને વિરોધ નોંધાવ્યો હતો. થાનગઢ મુળી વઢવાણ સાયલા ચોટીલા લીંબડી ચુડા ધાંગધ્રામાં અને ખાસ કરીને જેનોલી અને રામગઢ ગામના ખેડૂતોએ વીજ વિભાગે ખોટી રીતે દંડ ફટકાર્યો હોવાની રજૂઆત કરી છે. નિર્દોષ ખેડૂતો પર ખોટા કેસ કરીને અધિકારીઓ અત્યાચાર કરતા હોવાનો આક્ષેપ કરાયો છે.

Advertisement

આ ઉપરાંત પૈસા લઈને ટ્રાન્સફોર્મ કનેક્શન આપતા હોવાનો જિલ્લા કલેક્ટર સમક્ષ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ખેડૂતોએ આ મુદ્દે તપાસ કરવા માંગ કરી છે. PGVCL એ જે ખેડૂતોને દંડ ફટકાર્યો છે તેમાં અમુક ખેડૂતોને તો વીજકનેક્શન પણ નથી. આ મુદ્દે રી સર્વે કરાવીને યોગ્ય હોય તેવા ખેડૂતો કે જે ખેડૂતો ખરેખર વીજ ચોરી કરતા હોય તેમને દંડ ફટકારવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે.


Share

Related posts

વડોદરામાં માતાએ બે દીકરીને આપી ઝેરી દવા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ, બંને દીકરીના મોત

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાના વાડીયા ગામના નાળામાં વરસાદમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલી…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક ખાનગી બસને અકસ્માત થતાં એકનું મોત- અન્ય દસને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!