Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં GST ની ક્રેડિટ મેળવવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર બે ભેજાબાજ ઝડપાયા

Share

બોગસ ડોક્યુમેન્ટ દ્વારા પેઢી ઊભી કરી જીએસટીની ક્રેડિટ માટે ક્લેમ કરવાના કૌભાંડમાં વડોદરા પોલીસે ડોક્યુમેન્ટ બનાવનાર બે ભેજાબાજને ઝડપી પાડયા છે. જીએસટીની ક્રેડિટ મેળવવા માટે બોગસ પેઢી ઊભી કરી બોગસ ટેક્સ ઇન્વોઇસ સહિતના ડોક્યુમેન્ટ રજુ કરવાના બહાર આવેલા કૌભાંડમાં વડોદરાની છ બોગસ કંપનીઓ સામે ગુનો નોધી ઈકો સેલને તપાસ સોંપવામાં આવી હતી.

આ પૈકી માંજલપુરના સરસ્વતી કોમ્પ્લેક્ષનાં સરનામે એ એસ ટ્રેડ નામની પેઢી ઊભી કરી જીએસટીનો ક્લેમ રજૂ કરનાર બે સંચાલકોની એક સપ્તાહ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. આ પેઢી ઉભી કરવા માટે ઓનલાઇન લાઈટ બિલ સર્ચ કરી તેમાં એડિટિંગ કરીને વિગતો સબમિટ કરવામાં આવી હોવાની માહિતી બહાર આવી હતી. જેથી વડોદરા પોલીસે બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર યાસીન ઉર્ફ અંકલ ઈસ્માઈલ ભાઈ મગરબી (આરબ) (સાંઢીયાવાડ,ભાવનગર) અને અકરમભાઈ અબ્દુલ્લા ભાઈ અત્યાબ(આરબ) (ભદ્રોદનો ઝાંપો, મહુવા, ભાવનગર)ની અટકાયત કરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં કપડવંજના દંપતિએ લોનની લાલચ આપી ૧૭ લોકોને વિશ્વાસમાં લઈ રૂ. ૪.૪૭ લાખની છેતરપિંડી કરી

ProudOfGujarat

દેશી મેલોડીઝના માલિક અને મ્યુઝિક લિજેન્ડ બી-પ્રાકે પણ ‘ક્યા હોતા’ ગીત પર તેમની લાગણીઓ વ્યક્ત કરી.

ProudOfGujarat

હાંસોટની પ્રાથમિક શાળા સાહોલમાં ” ગિજુભાઈ બધેકા ” બાળમેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!