Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં GST ની ક્રેડિટ મેળવવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર બે ભેજાબાજ ઝડપાયા

Share

બોગસ ડોક્યુમેન્ટ દ્વારા પેઢી ઊભી કરી જીએસટીની ક્રેડિટ માટે ક્લેમ કરવાના કૌભાંડમાં વડોદરા પોલીસે ડોક્યુમેન્ટ બનાવનાર બે ભેજાબાજને ઝડપી પાડયા છે. જીએસટીની ક્રેડિટ મેળવવા માટે બોગસ પેઢી ઊભી કરી બોગસ ટેક્સ ઇન્વોઇસ સહિતના ડોક્યુમેન્ટ રજુ કરવાના બહાર આવેલા કૌભાંડમાં વડોદરાની છ બોગસ કંપનીઓ સામે ગુનો નોધી ઈકો સેલને તપાસ સોંપવામાં આવી હતી.

આ પૈકી માંજલપુરના સરસ્વતી કોમ્પ્લેક્ષનાં સરનામે એ એસ ટ્રેડ નામની પેઢી ઊભી કરી જીએસટીનો ક્લેમ રજૂ કરનાર બે સંચાલકોની એક સપ્તાહ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. આ પેઢી ઉભી કરવા માટે ઓનલાઇન લાઈટ બિલ સર્ચ કરી તેમાં એડિટિંગ કરીને વિગતો સબમિટ કરવામાં આવી હોવાની માહિતી બહાર આવી હતી. જેથી વડોદરા પોલીસે બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર યાસીન ઉર્ફ અંકલ ઈસ્માઈલ ભાઈ મગરબી (આરબ) (સાંઢીયાવાડ,ભાવનગર) અને અકરમભાઈ અબ્દુલ્લા ભાઈ અત્યાબ(આરબ) (ભદ્રોદનો ઝાંપો, મહુવા, ભાવનગર)ની અટકાયત કરી છે.

Advertisement

Share

Related posts

મોહદ્દીશે આઝમ મિશન રાજપીપળા બ્રાંચ દ્વારા જશને ગરીબ નવાઝ જશને મોહદ્દીશે આઝમે હિન્દની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

પ્રદેશ ભાજપ કારોબારીમાં CMની જાહેરાત: સરદારની પ્રતિકૃતિ સાથે 10 હજાર ગામમાં રથ ફરશે…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ) નું અવસાન થતાં ગુજરાત લુહાર સમાજમા માતમ છવાઈ ગયું હતું : કાલોલ નગરમાં રહેતા વેપારીઓ દ્વારા દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!