Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર નાયબ કલેકટર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ ગુનો દાખલ કરી ધરપકડ કરવાની માંગ.

Share

ઉમરપાડામાં આમ આદમી પાર્ટીએ આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર વિરુદ્ધ કાયદેસર એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી છે ઉમરપાડા ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગૌરાંગ વસાવાની આગેવાની હેઠળ ફરજ પરના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કરી જણાવવામાં આવ્યું કે સ્થાનિક પોલીસ તંત્ર અધિકારી વિરુદ્ધ એફ.આઈ.આર નોંધતી નથી જ્યારે ડી.વાય.એસ.પી સાહેબ સાથે ટેલિફોનિક વાતમાં જણાવવામાં આવે છે કે તપાસ ચાલુ છે.

પરંતુ એટ્રોસિટીના કાયદામાં સુધારા પ્રમાણે કોઈ પણ તપાસ વગર પહેલા ધરપકડ કરવી અનિવાર્ય છે. પરંતુ સ્થાનિક તંત્ર નિલેશ દુબેને છાવરતું હોય તેવું જણાઈ આવે છે ધરપકડ કરી એટ્રોસીટીનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી ઉપ પ્રમુખ બિપિનભાઈ, મહામંત્રી દિપક વસાવા, ધવલ વસાવા સંગઠન મહામંત્રી રાકેશ ભાઈ એમ, વસાવા વગેરે હોદેદારો દ્વારા કરાઈ છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

બી.આર.સી ભવન માંગરોળ મુકામે તાલુકા કક્ષાનો ઓનલાઇન ટોય ફેર યોજાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાનાં પાનવડ ગામમાં સાફ સફાઈનાં અભાવે ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી જવા પામ્યું ઠેરઠેર ગંદકી – કચરાનાં ઢગ છવાતા લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય ફેલાઈ રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ૩ ઉપર ચાલુ ટ્રેને કૂદી પડતા યુવાન ઘાયલ ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!