Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા હરીપુરા ગામમાંથી સાત ફૂટના મગર રેસ્ક્યુ કરાયું.

Share

તારીખ ૨૦/૮/૨૦૨૨ ના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડન્ટ અરવિંદભાઈ પવાર પર ડભોઇ રોડ પર આવેલા હરીપુરા ગામમાંથી ફોન આવ્યો હતો કે વડોદરા રૂલર હરીપુરા ગામ પાસે એક ખેતરમાં એક મગર આવી ગયો છે આ ફોન આવતાની સાથે જ સંસ્થાના કાર્યકર યુવરાજસિંહ રાજપુત, કિરીટ રાઠોડ, મેહુલ પંડ્યા, વિશાલ રાઠોડ અને વડોદરા વન વિભાગના અધિકારી શૈલેશભાઇ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક સાત ફુટનો મગર ઘરના વાડામાં જોવાં મળ્યો હતો. આ મગરને એક કલાકની ભારે જેહમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

પાલેજ જીઆઈડીસી માં રબર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

ProudOfGujarat

ભરૂચ નગરમાં તસ્કરોનો કકળાટ વધ્યો

ProudOfGujarat

મહેમદાવાદ ખાતે દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં પાંચમા જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!