Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરામાં તૈયાર થઈ રહ્યું છે 210 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ, વરસાદમાં પાણી શોષાય તેવા ઘાસનો ઉપયોગ, જુઓ અન્ય વિશેષતા.

Share

અમદાવાદમાં જે રીતે અત્યાધુનિક સુવિધા સાથેનું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરાયું છે તેવી જ રીતે વર્લ્ડ ક્લાસ નવું ક્રિકેટ સ્ટેડિયમ વડોદરામાં તૈયાર થઈ રહ્યું છે. ગુજરાતની નવી ઓળખ આ સ્ટેડિયમ આગામી દિવસોમાં બનશે. જેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ખાસ કરીને આ સ્ટેડીયમ હાલોલ કોટમ્બી ખાતે તૈયાર થઈ રહ્યું છે. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયાર થઈ રહેલા આ ક્રિકેટ સ્ટેડીયમની એકથી એક ચડીયાતી વિશેષતાઓ છે. વડોદરામાં આ ક્રિકેટ સ્ટેડીયમ અત્યાધુનિક સુવિધા સભર બને તે હેતુથી આ સ્ટેડીયમ પાછળ 210 કરોડના રુપિયા સુધીનો ખર્ચે કરવામાં આવી રહ્યો છે.

આગામી સમયમાં ઝડપી જ આ સ્ટેડીમનું તમામ કામ પૂર્ણ થતા જલદી જ વડોદરામાં આંતરરાષ્ટ્રીય ક્રિકે મેચ રમાઈ શકે છે. નજીકના ભવિષ્યમાં જ અહીં સ્ટેડિયમમાં આઈપીએલ, આઈસીસી, બીસીસીઆઈ સહીતની ક્રિકેટની મેચો રમાશે. 900 જેટલા કારીગરો ઝડપથી કામ કરી રહ્યા છે. ઈનડોર આઉટડોર સહીતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોટમ્બીમાં બરોડા ક્રિકેટ એસોસિએશન સ્ટેડીયમના કાર્યને લઈને તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. 210 કરોડના ખર્ચે અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થતા નવી ઓળખ પણ વડોદરા નજીકના આ વિસ્તારને મળશે.

Advertisement

– હાલોલ રોડ પર 210 કરોડના ખર્ચે અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડીયમની આ છે અન્ય વિશેષતાઓ

42 એકર જમીનમાં આ ક્રિકેટ સ્ટેડીયમ થઈ રહ્યું છે તૈયાર
6 લાખ સ્ક્વેર ફૂટ જગ્યા ક્રિકેટ સ્ટેડીયમ ફેલાયેલું છે.
ચોમાસામાં વરસાદનું પાણી શોષી લેતા ખાસ ઘાસનો ઉપયોગ કરાયો જે વરસાદનું પાણી ઝડપથી શોષે છે.
ઈનડોર આઉટડોર સુવિધા હશે.
ખેલાડીઓના ફિટનેસ માટેની અલગ વ્યવસ્થા.
જેટલી સુવિધા ક્રિકેટને લગતી છે તેનું ધ્યાન આર્કિટેક્ટ વર્ક પર કરાયું.
14 સીટની રો વચ્ચે જગ્યા બનાવી છે.
પ્રક્ષકોને બહાર નિકળવામાં આવવામાં આસાની રહેશે ઈમરજન્સીમાં ઝડપી બહાર નિકળી શકે છે.

35,000 હજાર પ્રેક્ષકોની ક્ષમતા સાથેનું ક્રિકેટ સ્ટેડીયમ ટૂંક સમયમાં તૈયાર થશે. ખાસ કરીને મેગા સિટી અમદાવાદથી 121 કિમીના અંતરેથી દૂર છે આ ઉપરાંત 22 કિમી વડોદરાથી દૂર છે.


Share

Related posts

જાણો કેમ વાંધો ઉઠાવ્યો ચીને, વડાપ્રધાન મોદીની અરૂણાચલ પ્રદેશની મીટીંગ પર ??

ProudOfGujarat

મેરી મીટ્ટી, મેરા દેશ : આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણી સંદર્ભે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વરનાં ગડખોલ ટી બ્રિજ પર વિવિધ સગવડો કરવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!