Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કૃષ્ણનગર પાસે વિશ્વામિત્રી નદી પર આવેલ પુલ નવો બનાવવાની માંગ સાથે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ ચીમકી ઉચ્ચારી.

Share

વડોદરા શહેર સ્માર્ટ સીટી ઐતિહાસિક નગરી સંસ્કારી નગરીનો એક વિસ્તાર જ્યાં હાલમાં પણ વિશ્વામિત્રી નદીના પાણી ઉપર લાકડાના/પાટિયાના/સળિયાના તૂટેલા ફૂટેલા પડી જવાય તેવા હાલતમાં ડોલતા ઝુલતા પુલ પરથી બહેન દીકરીઓ બાળકો અને ઘરના પુરુષોએ ગંભીર જવાબદારી રાખી લાકડાના- સળિયાના ઝૂલતા પુલ પરથી પસાર થવું પડે છે. આ લાકડાના-સળિયાના ઝુલતા પુલ પરથી જોખમી રીતે અવરજવર કરી સામે કિનારેથી પીવાનું પાણી ભરી લાવવું પડે છે સાથે સામે કિનારે કપડા વાસણ ધોઈને પણ આવવું પડે છે, નોકરી ધંધો કરવા પણ જાય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આ વિસ્તારના નગરસેવકો આ વિસ્તારને લાગતા ધારાસભ્યો આ વિસ્તારને લાગતા સાંસદ શુ આંખે પાટા બાંધીને બેઠા છે ? તેવા સવાલો અહીના રહેવાસીઓ કરી રહ્યા છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ નાગરવાડા વિસ્તારમાં 56 ક્વાર્ટરની સામે કૃષ્ણનગર જ્યાં વિશ્વામિત્રી નદીનું નાળુ નીકળે છે તેની સામે 20 થી વધુ ઝુપડા છે તે ઝૂંપડાવાસીઓને પ્રાથમિક સુવિધાઓ તો નથી આપી પરંતુ તેઓને વિશ્વામિત્રી નદીના નાળાની ઉપરથી અવરજવર કરવા માટે આઝાદી મળ્યાના દિવસોથી આજ દીન સુધી એક નાનકડો બ્રિજ પણ બનાવી આપવામાં આવ્યો નથી.

આ લાકડાના – સળિયાના/પાટીયાના ઝૂલતા બ્રિજ પરથી નાના બાળકો મહિલાઓ અને પુરુષો અવરજવર કરે છે અને છેલ્લા 50 વર્ષથી તમામ નાગરિકો ચૂંટણીઓમાં મતદાન કરવા જાય છે અને નગર સેવકો, ધારાસભ્યો, સાંસદ દરેક ચૂંટણીમાં બ્રિજ બનાવી આપવાનું આશ્વાસન આપે છે પરંતુ ચૂંટણી પટી ગયા પછી અને જીતી ગયા પછી આ કૃષ્ણનગરના રહેવાસીઓનું જાડી ચામડીના શાસનમાં બેઠેલા સત્તાધીશો ધ્યાન આપતા નથી. આ લાકડાના પાટીયાના ઝૂલતા બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે જેની અંદર મગરો પણ ફરતા રહે છે સાથે ઝેરી જનાવરો પણ આ પાણીમાં અને ઝાડીઓમાં ફરતા રહે છે ત્યારે કૃષ્ણનગરના રહેવાસીઓને આટ આટલી તકલીફ પડી રહી છે પરંતુ સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ કે સ્માર્ટ રાજકારણીઓને આ કૃષ્ણનગરના રહેવાસીઓની કોઈ પરવા નથી તેવું દેખાઈ રહ્યું છે. સ્થાનિક નગર સેવકો ધારાસભ્યો અને સાંસદ દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવે છે પરંતુ કૃષ્ણનગરના 20 થી વધુ ઝૂંપડા વાસીઓને કોઈપણ જાતનો લોખંડનો બ્રિજ કે અન્ય પ્રકારનો બ્રિજ બાંધી આપવામાં આવતો નથી. હાલમાં જ મોરબીમાં થયેલ ઝુલતા બ્રિજમા અનેક નાગરિકોના જીવ ગયા છે ત્યારે જાડી ચામડીના સત્તાધીશો અને જાડી ચામડીના અધિકારીઓ આ કૃષ્ણનગરના રહેવાસીઓમાંથી કોઈ બાળક બહેન દીકરી માતા કે કોઈ ઘરનો મોભી કે અન્ય વ્યક્તિ પડી જાય કે મરી જાય કે પછી મગર કે ઝેરી જાનવર કરડી જાય તેની રાહ જોઈ રહ્યા છે સામાજીક કાર્યકર અતુલ ગામેચીની માંગ છે કે કૃષ્ણ નગરના રહેવાસીઓને વહેલામાં વહેલી તકે લોખંડનો બ્રિજ કે અન્ય બ્રિજ વહેલામાં વહેલી તકે બાંધી આપે તેવી માંગ છે નહિ તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણની કેરિયર ટ્યુશન ક્લાસીસમાં ફાયર વિભાગ દ્વારા પ્રેકટિકલ તાલીમ આપાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC ડિસન્ટ હોટલની બહાર પાર્ક કારમાંથી રૂ.૨.૫૪ લાખની ચોરી.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના ગામડાઓમાં વારંવાર વીજકાપથી પ્રજા પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!