Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં કોંગ્રેસના માંજલપુરના ઉમેદવાર સામે સ્થાનિક કાર્યકરો નારાજ.

Share

ગઇ કાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં કોઇ આશ્ચર્યજનક નામ હોય તો વડોદરાની માંજલપુર બેઠક પરના ડો. ડો.તસ્વિન સીંગ. પરંતુ આ નામ જાહેર કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી છે. આટલુ જ નહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાની નારાજગી વ્યકત કરવા માટે કોંગ્રેસ કાર્યલય ખાતે પહોંચ્યા છે. ઉમેદવાર બદલો…ઉમેદવાર બદલોના સૂત્રોચાર કરી રહ્યા છે.

કાર્યકર્તાઓએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે માંજલપુર બેઠક પર જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. કોંગ્રેસની આટલી ખરાબ પરિસ્થિતિ હોય અને છતાં પાયાનાં નથી તેવા ઉમેદવારોને ટિકીટ આપે છે. કાર્યકરો ઉમેદવારને નથી ઓળખતા, ઉમેદવાર કાર્યકરોને નથી ઓળખતા અને માત્ર ઉપરથી હેલીકોપ્ટર ઉતારી દે તો શું મજૂરી કરવા માટે કોંગ્રેસનો કાર્યકર બન્યો છે. અમે કોંગ્રેસની સાથે જ છીએ. કોંગ્રેસ અમારી મા છે. અમે કોંગ્રેસને વર્ષો આપ્યા છે. પરંતુ જો માંજલપુર બેઠક પર આ ઉમેદવાર હશે તો અન્ય બેઠક પર જઇને કોંગ્રેસનો પ્રચાર કરીશુ, પરંતુ આ ઉમેદવારને સપોર્ટ નહીં કરીએ તેમ જણાવ્યું હતુ.

વધુ એક કોંગી કાર્યકરે જણાવ્યુ હતુ કે ક્યાંકને ક્યાંક પૈસાના જોરે આ બહેનને ટિકીટ મળી છે. જો આ બહેન ઉમેદવાર રહેશે તો અમે માંજલપુર બેઠક પર સંપૂર્ણ રીતે નિષ્ક્રિય રહીને અન્ય વિધાનસભા બેઠક પર જઇને પ્રચાર કરીશું.

Advertisement

વધુમાં જણાવ્યુ હતુ કે ઉમેદવારને ટિકીટ આપવામાં આવી તે બહેન છેલ્લા બે દિવસથી કોંગ્રેસમાં આવ્યા છે જ્યારે અમે છેલ્લા 25 વર્ષથી કામ કરીએ છીએ. જો કોંગ્રેસ આ જ ઉમેદવારને રાખશે તો એક લાખ જેટલા વોટથી હાર થશે તેવી પરિસ્થિતિ છે માંજલપુરમાં તેમ જણાવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ માંજલપુર વિધાનસભાના કાર્યકરો અને હોદ્દેદારો ઉમેદવાર બદલોની માંગ સાથે કોંગ્રેસ કાર્યાલયે એકઠા થયા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેઓની માંગ છે કે ઉમેદવાર બદલશે તો જ માંજલપુર વિધાનસભા બેઠક પર અમે કામ કરીશુ. અન્યથા કોંગ્રેસ પાર્ટી માટે જ કામ કરીશું પરંતુ બીજી વિધાનસભા બેઠક પર જઇને પ્રચાર કરીશું.


Share

Related posts

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન : રાત્રે રીઝલ્ટ, ૪૪ ઉમેદવારોનું ભાવિ થયું સીલ

ProudOfGujarat

અંકલેશ્વર : આઈ.આઈ.એફ.એલ. ની ઓફિસમાં થયેલ લૂંટનાં બનાવમાં જાણભેદુ હોવાની શંકા : 668 તોલા સોનુ કંપનીમાં છે તેવી લૂંટારુઓને ખબર હતી….?

ProudOfGujarat

વાપીમાં હેરંબા ઇન્ડસ્ટ્રીઝે મેળવેલી સિદ્ધિઓ અને સમાજ ઉપયોગી કાર્યની ખુશીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!