Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લામાં વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમથી મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ…

Share

વડોદરા જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મતદાનનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના માર્ગદર્શનમાં કાર્યરત વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ ખાતે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આજે સવારે મોકપોલ પક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. વડોદરા શહેર જિલ્લાના ૧૩૩૦ પોલીગ સ્ટેશનનું અહીંથી લાઈવ વેબકાસ્ટીગ થઈ રહ્યું છે. તેમજ ઇવીએમ વગેરે સમસ્યાઓનો ઝડપી નિકાલ કરાઈ રહ્યો છે. અહીંથી જેવી કોઈ ખામી કે ફરિયાદ ધ્યાને આવે તો તુરંત સેકટર ઓફિસર, આરઓને જાણ કરીને તેનો નિકાલ કરાય છે.

કલેકટર કચેરી ખાતે કાર્યરત આ નિયંત્રણ કક્ષમાં કલેકટર, જનરલ ઓબ્ઝવર્સ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ વેબકાસ્ટીગ કંટ્રોલ રૂમ ખાતે વહેલી સવારથી જ મોનિટરીગ કરી રહ્યા છે અને જિલ્લામાં ચૂંટણી સંબંધી તમામ બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ-કાર્યવાહી કરાઈ રહી છે.

Advertisement

Share

Related posts

આમોદના આછોદ ગામ ખાતે તસ્કરોનો આતંક, ફોરવ્હીલમાં આવેલ તસ્કરો સાત બકરા ચોરીને ફરાર થતા પશુપાલકોમાં ભય.

ProudOfGujarat

રાજકોટમાં તહેવારો ટાણે જ ડુપ્લીકેટ ઘીના બનાવટ સાથે એક શખ્સની ધરપકડ.

ProudOfGujarat

ગોધરાનો એક વિદ્યાર્થી યુક્રેનમાંથી હેમખેમ પરત ફરી પોતાની આપવીતી જણાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!