Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં જીવલેણ ચાઇનીઝ દોરીના વિક્રેતાઓ પર તવાઇ, શહેરમાં બે સ્થળેથી ચાઇનીઝ દોરીની 50 રીલ જપ્ત કરતી પોલીસ

Share

વડોદરામાં ઉત્તરાયણ પર્વ પહેલાં પોલીસ વિભાગ સતર્ક બન્યું છે, શહેરમાં ઉત્તરાયણના પર્વ પહેલા જે પ્રકારે ચાઈનીઝ દોરીથી ગળા કપાવવાના બનાવો બન્યા હતા જે બાદ હવે પોલીસે કડક એક્શનમાં આવી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા તત્વો સામે તવાઇ બોલાવી છે.

વડોદરાના છાણી અને સીટી પોલીસે ચાઇનીઝ દોરી વેચતાં 5 ઇસમોને ઝડપ્યાં છે, તેમજ હાથીખાનામાંથી ચાઇનીઝ દોરીની 20 રીલ સાથે ત્રણની ધરપકડ કરી છે, તો દશરથ વિસ્તારમાંથી પણ ચાઇનીઝ દોરીની 30 રીલ સાથે બે ઝડપાયાં હતા.

Advertisement

વડોદરામાં ચાઇનીઝ દોરીથી બે નાગરિકોનાં મોત બાદ પોલીસની સઘન કાર્યવાહી કરી છે, તેવામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વિક્રેતાઓમાં હવે પોલીસનો ભય જોવા મળી રહ્યો છે.


Share

Related posts

પાદરા તાલુકાની જલાલપુર ગ્રામ સ્વરાજ વિદ્યાલયના આચાર્યનું અનોખું અભિયાન.

ProudOfGujarat

ભરૂચનું નિવૃત્ત દંપત્તિ દુઃખદ પ્રસંગમાં અમદાવાદ ગયુને ઘરમાં તસ્કરોનો ૧.૮૪ લાખનો હાથફેરો

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાની અને વરુણ ભગતનું નવું સોન્ગ “બીબા” રીલીઝ થયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!