Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના જુના બજાર બ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું કરૂણ મોત.

Share

વડોદરા જિલ્લાના કરજણ નગરને જોડતાં જુના રેલવે ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહેલી બે બાઇકો આમને સામને ધડાકાભેર ભટકાતા નોકરી અર્થે જતાં બાઈક સવારને મોઢાના ભાગે તેમજ હાથે પગે જીવલેણ ઇજાઓ થતાં સ્થળ પર કરૂણ મોત નિપજ્યાનું સૂત્રો જણાવે છે. મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના ભરથાણા ગામે રહેતાં અને કરજણ એસ.ટી.ડેપોમાં મિકેનિકલ તરીકે નોકરી કરતાં બલરાજસિંહ અરવિંદસિંહ અટાલિયા કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલ એસ.ટી.ડેપોમાં નોકરી પરથી પરત પોતાની મોટરસાઈકલ લઈને ઘરે આવી રહ્યા હતાં.

તે દરમ્યાન કરજણ નગર થી ને.હા.48 ને જોડતાં જુનાબજાર વિસ્તાર જુના રેલ્વે ઓવરબ્રીજથી પસાર થઈ રહેલ હોય સ્મશાન નજીક આવતાં સામેથી પુરઝડપે ગફલતભરી રીતે હંકારી રહેલા મોટરસાયકલ નં . GJ – 06 – MH – 1101 સવારે બલરાજસિંહની બાઈક સાથે સામેથી ધડાકાભેર અથાળી અકસ્માત કર્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બલરાજસિંહની બાઈકનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો. બાઈકસવાર બલરાજસિંહ અટાલિયા ઉ.વ.48 ને મોઢા-માથાના ભાગે તેમજ હાથે-પગે ગંભીર જીવલેણ ઇજાઓ થતાં સ્થળ ઉપર કરૂણ મોત નિપજ્યાનું સૂત્રો જણાવે છે. પોલીસે અકસ્માત કરનાર અજાણ્યા મોટરસાઈકલ સવાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

વડોદરા કોર્પોરેશનના ક્લાર્કને રૂ.8000 ની લાંચ લેતા ACB એ ઝડપ્યો

ProudOfGujarat

ગોધરા : તરવડી ગામે સેગ્રીગેશન શેડનું લોકાર્પણ જીલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ પરમાર દ્વારા કરાયુ.

ProudOfGujarat

ગોધરા: પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસના સોશિયલ મિડીયાના કન્વીનર તરીકે યુવા અને ઉત્સાહી કાર્યકતા કાજલ પરમારની નિમણુંક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!