Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા કોર્પોરેશન દ્વારા 2.50 લાખની કિંમતનો ૭૪૦ કિલો પનીરનો જથ્થો સીઝ કર્યો

Share

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર- ગાંધીનગર દ્વારા ડ્રાઇવ હાથ ધરવા આદેશ અપાતા શહેરમાં પનીરનું જયાં વેચાણ થતું હતું, ત્યાં સઘન ચેકિંગ હાથ ધરીને જુદા જુદા વિસ્તારમાંથી પનીરના ૬ નમૂના ચેકિંગ માટે લીધા હતા અને ૨.૫૦ લાખની કિંમતનો ૭૪૦ કિલો પનીરનો જથ્થો સીઝ કર્યો હતો.

વડોદરા શહેરમાં સરદાર એસ્ટેટ ખાતે તાજ ડેરીમાંથી પનીર (લુઝ)નો નમુનો લઇ ૧૫,૨૮૪ ની કિંમતનો આશરે ૧૫ કિલો જથ્થો સીઝ કર્યો હતો. વડસર બ્રિજ નજીક અમૃતમ ફુડમાંથી પનીરનો નમુનો લઇ ૭૦,૫૯૦ ની કિંમતનો ૨૩૫ કિલો જથ્થો સીઝ કર્યો છે. ડભોઇ રોડ ઉપર સાંઇનાથ મિલ્ક સપલ્યારમાંથી નમુનો લઇ ૨૧,૬૯૦ ની કિંમતનો ૭૨ કિલો જથ્થો સીઝ કર્યો હતો. અકોટા ખાતે આવેલ શિવમ એન્ટર પ્રાઇઝમાંથી પનીર (ફ્રેશ સ્ટાન્ડર્ડ) (સાનીયા કંપની પેક)નો નમુનો લઇ તેમજ ૨૯,૦૫૦ નો ૮૩ કિલો જથ્થો સીઝ કર્યો હતો. આજ જગ્યાએથી પનીરનો નમુનો ૩૪,૨૦૦ ની કિંમતનો આશરે ૧૧૪ કિલો જથ્થો તેમજ નમુનો લઇ ૭૯,૨૦૦ નો ૨૨૦ કિલો પનીરનો જથ્થો સીઝ કર્યો છે તમામ નમુના ચકાસવા પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતે મોકલી આવ્યો છે.

Advertisement

Share

Related posts

ગુજરાત ક્રિકેટ એસોસિએશન અન્ડર સ્ટેટ રમવા માટે ભરૂચ ની બે મહિલા ક્રિકેટર ની પસંદગી થતા ક્રિકેટ ક્ષેત્રે ફરી એક વાર બંને ખેલાડીઓએ ભરૂચ નું નામ રોશન કર્યું છે..

ProudOfGujarat

દહેજ પંથકની કંપનીમાં કોન્ટ્રાક્ટર પાસે બાર આઇફોન અને એક મેકબુકની લાંચની ચર્ચા

ProudOfGujarat

અંકલેશ્વર : અંસાર માર્કેટમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં ગંદકીથી લોકો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!