Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સિધોત અને નિકોરા ગામની વચ્ચેથી અલ્ટો ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો.

Share

ભરૂચ જીલ્લામાં ગેરકાયદેસરના દારૂના વેચાણનો વેપલો ઘણો વધી રહ્યો છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ આવી રહયું છે જે તપાસનો વિષય બન્યો છે. જીલ્લામાં મોટા મોટા દારૂના વેચાણ કર્તાઓ પાસેથી નાના નાના બુટલેગરો દારૂ પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરે છે. તે જ રીતે ભરૂચ તાલુકાનાં સિધોત અને નિકોરા ગામ વચ્ચે રોડ ઉપરથી અલ્ટો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક આરોપીને ભરૂચ એલ.સી.બી એ ઝડપી પાડયો હતો.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાનાં સિધોત ગામથી નિકોરા આવતા રોડ ઉપર વોચ દરમિયાન એક ફોરવ્હીલ અલ્ટો કાર નંબર GJ- -19-AF-0434 ને પકડી ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 480 કિંમત રૂપિયા 48,000/-, પ્રોહી મુદ્દામાલ તથા અલ્ટો કાર સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 2,50,000/- સાથે એક આરોપી ધર્મેશભાઈ નગીનભાઇ વસાવા રહે.બકાપુરા નવીનગરી, કરજણ જી.વડોદરા નાઓને ઝડપી પડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વોન્ટેડ આરોપી ભોલો રહે.કલ્લાબચાર, કરજણ જી.વડોદરાને પકડવાની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : MS યુનિવર્સિટીના કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવ સાથે વીસીના ફોટોથી વિવાદ.

ProudOfGujarat

પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ એક મહિના માટે બંધ. જાણો કેમ?

ProudOfGujarat

મુંબઇ જતાં વાહનોને એક્સપ્રેસ હાઇવે પર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાયા સાવચેત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!