Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : અકોટામાં એક સાથે 12 દુકાન-ઓફિસના તાળા તૂટ્યા, તસ્કર ટોળકી CCTV માં કેદ

Share

વડોદરાના અકોટા વિસ્તારમાં એક સાથે 12 જેટલી દુકાન-ઓફિસના તાળા તૂટ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મોડી રાતે તસ્કરોએ એક પછી એક એમ કુલ 12 દુકાન-ઓફિસના તાળા તોડી ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થયા હતા. તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. આ મામલે ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી છે. આ વારદાત પછી વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ, શહેરના અકોટા વિસ્તારમાં આવેલા વૃંદ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મધ રાતે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. કોમ્પ્લેક્સની લગભગ જેટલી 12 દુકાન અને ઓફિસના તાળા એક સાથે તોડી તસ્કરો સામાન અને રોકડની ચોરી કરી ફરાર થયા હતા. જો કે, આ તસ્કર ટોળકી કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વહેલી સવારે જ્યારે દુકાન અને ઓફિસ માલિકો કોમ્પ્લેક્સ પહોંચ્યા તો ચોંકી ઊઠ્યા હતા. તેમણે ચોરીની ઘટના અંગે ગોત્રી પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ પણ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી.

Advertisement

ગોત્રી પોલીસે કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં તસ્કરોની ટોળકી દુકાન અને ઓફિસમાં પ્રવેશતા નજરે પડી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે એક સાથે 12 દુકાન અને ઓફિસના તાળા તૂટી જતા વિસ્તારમાં અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. માહિતી મુજબ, આ ચોરીની ઘટનામાં તસ્કરોનો લાખોની મતા ચોરી ગયા હતા.


Share

Related posts

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વ વિધાલય અભ્યાસ કેન્દ્ર ભરૂચ ખાતે પરિચય બેઠક યોજાય…

ProudOfGujarat

ગુજરાત પર ચક્રવાત ‘તેજ’ને લઈને રાહતના સમાચાર, યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાવાની આશંકા

ProudOfGujarat

ઝઘડિયાનાં ખરચી ગામે ઝઘડાની રીસ રાખી શેરડીનો પાક સળગાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!