Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં પદવીદાન સમારોહ યોજાયો

Share

શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને કો – ઓર્ડીનેટર રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન) માં આજરોજ ૨૪ મી બેચનો પદવીદાન સમારોહ યોજાયો. તેમાં પ.પૂ મહંત શ્રી રામદાસજી મહારાજ અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ તથા ઉપસ્થિત સંતશ્રી ઓ અને મહેમાનો  ના હસ્તે ૧૧૦ બાળકોને તેમના જીવનનું પ્રથમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.

જેમાં પરમ પુજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે  બાળ માનસ વિકાસ જાગૃતિ લાવી ભાવિ પેઢીમાં વક્તિત્વ નિર્માણ થાય, તેજસ્વી બને,આદર્શ બને, પારિવારિકથી માંડી રાષ્ટ્રીય કક્ષાએ બાળકનું જીવન આદર્શ, સંસ્કારી બને તેના વિશે આશીર્વચન પાઠવ્યા હતા. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે બાળક તેના જીવનમાં બુદ્ધિ અને મનનો સમન્વય કરી આધ્યાત્મિક ઉન્નતિ અને વિકાસ સાધી શકે તેવા શુભાષીશ પાઠવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના મુખ્ય એમ. ડી. ડ્રગ ડીલરને ડુમસ રોડપરથી પકડી પાડયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં સરકારી અનાજનું કાળાબજાર થતું હોવાની બુમ

ProudOfGujarat

અંકલેશ્વર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીનો પ્રારંભ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!