Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં જસાપુરા ચોકડી પાસે જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા

Share

વડોદરા શહેરના છેવાડે આવેલ કોયલીગામ નજીક જસાપુરા ચોકડી પાસે ખુલ્લામાં જુગાર રમતા આઠ જુગારીઓને પોલીસે ઝડપી પાડી રોકડ રકમ, મોબાઈલ ફોન તથા વાહન સહિત 1.09 લાખ ઉપરાંતની મત્તા કબજે કરી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.

જવાહરનગર પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ શ્રાવણ માસ નિમિત્તે પેટ્રોલિંગમાં હતા. તે જ સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, કોયલી ગામ જસાપુરા ચોકડી પાસે ખુલ્લામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં લાલજી રણછોડભાઈ ગોહિલ , વિજય કુમાર ખુમાનસિંગ પઢિયાર, ભગવાનસિંહ અમરસિંહ પઢિયાર, જગદીશ પ્રભાતસિંહ ગોહિલ, અરવિંદ બચુભાઈ ગોહિલ, વખતસિંહ ડાહ્યાભાઈ ગોહિલ (તમામ રહે -જસાપુરા ગામ ), ગણપત ચીમનભાઈ માળી (રહે- કોયલી ગામ )અને મુકેશ બહાદુરસિંગ ગોહિલ (રહે -શેરખી ગામ)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી પાના પત્તા, જમીનદાવના રોકડા રૂ. 2730, અંગજડતીના રોકડા રૂ. 11,115, 5 નંગ મોબાઈલ ફોન, એક બાઈક તથા એક રિક્ષા સહિત કુલ રૂ. 1,09,045 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : ખાનગી શાળા કોલેજોમાં એક સત્રની ફી માફી માંગતુ NSUI એ આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

અમદાવાદ: ન્યુ રાણીપમા પાંચ દિવસ પહેલા યુવકને માર મારવાના બનાવમાં સારવાર દરમ્યાન યુવકનુ મોત…

ProudOfGujarat

વાલિયાનાં સોડગામનાં સેવાભાવી સરપંચ રમેશ વસાવા કોરોના સંક્રમિત થતાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!