Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં શુકન મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલના સહયોગથી મેગા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.

Share

ટીમ સહાય, બક્ષીપંચ મોરચો, ભા.જ.પા. વડોદરા, જી વોલ્ટ ટ્રાન્સફોર્મર પ્રાઇવેટ લિમટેડ કંપનીના સંયુકત ઉપક્રમે શુકન મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલના સહયોગથી મેગા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ સાથે ન્યાય ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કાનૂની કાયદાકિય સલાહ સૂચન માટે માહિતી કેન્દ્રનું સમાજ ઉપયોગી આયોજન કરવામાં આવ્યું. બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઇ સ્વામી અને ટીમ સહાયના પ્રમુખ જયેશ મિસ્ત્રી એ કાર્યક્રમની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું.

મેડિકલ ચેકઅપ કેમ્પમાં કારડીર્યોગ્રામ ( ઈ.સી.જી.)નો રિપોર્ટ, ડાયાબિટીસ રિપોર્ટ, સી.બી.સી. રિપોર્ટ, બી.પી. ચેક, બ્લડ ગ્રૂપ ચેક, ઊંચાઈ, વજન, બી.એમ.આઇ. ગ્રાફ સાથે અન્ય બીમારીના સારવાર માટેની સલાહ સૂચન તદન ફ્રી માં ઉપલબ્ઘ કરવામાં આવી.

જન જનની શારીરિક સુખાકારી માટે કેન્દ્ર સરકારની યોજના આયુષ્યમાન ભારત જેમાં ૧૦ લાખ રૂપિયા સુધીની સારવારનું કાર્ડ પણ લાભાર્થીઓને કાઢી આપવમાં આવ્યું. ન્યાય, કાયદાકીય મુંઝવણો તથા તકરારોની વિનામૂલ્યે કાનૂની સલાહ કેન્દ્રનું પણ આયોજન કરવામાં આવ્યું. લોકઉપયોગી સેવાકિય કાર્યમાં અલગ અલગ યોજનાઓમાં ૫૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો. જય હો સેવા ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા સેવા આપવામાં આવી. આ સેવાકિય કાર્ય વિજયનગર, હરણીરોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું.

સેવાકિય કાર્યમાં ભા.જ.પા. શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી, ટીમ સહાય ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ મિસ્ત્રી સાથે અન્ય પદાધિકારીઓ સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

Advertisement

Share

Related posts

સુરતની હજીરા-સુંવાલી માઇનોર કેનાલમાં પાણી છોડવા સિંચાઇ વિભાગને ખેડૂતોનાં કાલાવાલા.

ProudOfGujarat

ઉમરપાડામાં પોસ્ટ વિભાગ દ્વારા મહિલા બચત મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

લીંબડી જુની તાલુકા પંચાયત કચેરી ખાતે ઈ-શ્રમ રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!