Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ચલણી નોટો આપીને 7 ટકા વધુ પૈસા કમાવવાની લાલચે કર્મકાંડી બ્રાહ્મણે 70 લાખ ગુમાવ્યા, ઠગ ટોળકીના બે ઝડપાયા, 3 દિવસના રિમાન્ડ મંજૂર

Share

વડોદરામાં 500 રૂપિયાની ચલણી નોટ આપવાની સામે રૂ.1050 અને 100 રૂપિયાની ચલણી નોટ આપવાની સામે 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રાજકોટના કર્મકાંડી બ્રાહ્ણણ પાસેથી રૂ. 70 લાખ લઈને છૂમંતર થઈ જનારી ઠગ ટોળકીના બે સાગરીતને કરજણ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે 3 દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા શિવાલય ફ્લેટમાં રહેતા સુનિલભાઇ જોષીનો સંપર્ક અનિલ પટેલ, તેમની કારના ડ્રાઇવર, વેકરીયાભાઇ અને અન્ય એક કારના ડ્રાઇવર સાથે થયો હતો. આ ઠગ ટોળકીએ સુનિલભાઈને શોર્ટ ટાઇમમાં વધુ નાણા કમાવાની લાલચ આપી હતી. તેમણે સુનિલભાઈને 500 રૂપિયાની ચલણી નોટ આપવાની સામે રૂ.1050 અને 100 રૂપિયાની ચલણી નોટ આપવાની સામે 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપી હતી. પહેલાના અમુક વ્યવહારમાં પૈસા ચૂકવીને સુનિલ જોષીનો વિશ્વાસ પણ જીત્યો હતો.

Advertisement

ત્યારબાદ સુનિલભાઈએ વધુ પૈસા કમાવવાની લાલચમાં જમીન, મકાન અને અન્ય મૂડી મળી રૂ. 35 લાખ અને બાકીના રૂપિયા 35 લાખ પરિચિતો પાસેથી લઈ કુલ રૂ. 70 લાખ ઠગ ટોળકીને આપ્યા હતા. જો કે, પૈસા લઈ ઠગ ટોળકી છૂમંતર થઈ ગઈ હતી. આ મામલે છેતરપિંડીની જાણ થતા સુનિલભાઇએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરી આ કેસમાં બે સાગરીત વાલજી મકવાણા અને નજીર મલેકની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ માટે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે અન્ય ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

ગોધરા તાલુકાના સારંગપુર ગામે લગ્નના વરઘોડામાં પાંચ શખ્સોએ મારામારી કરી ઘીંગાણું મચાવી કારની તોડફોડ કરતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ચુડા તાલુકાના ખાડીયા ગામ પાસે રેતીના પ્લાન્ટ પાસે એક વ્યક્તિનુ હાઈટેન્સન લાઈનમાં સોટ લાગતા ઘટના સ્થળે મોત નિપજયું હતું

ProudOfGujarat

અંકલેશ્વર એશિયન પેન્ટ કંપની રો મટીરીયલ મુંબઈ લઇ આવતી વખતે સગેવગે કરનાર ચાલકોને પુછપરછમાં સિક્યુરિટી ગાર્ડ ની સંડોવણી સામે આવતા પોલીસે વધુ બે આરોપી તરીકે સિક્યુરિટી ગાર્ડ ની પણ ધરપકડ કરી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!