Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ટાઇલ્સની પેટીઓની આડમાં દારૂનો જથ્થો લાવતી ટ્રક પકડાઈ

Share

વડોદરામાં દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોલ્ડન ચોકડી નજીક એક ટ્રકને આતરવામાં આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઇવરની પૂછપરછ કરતા તેણે અંદર ટાઇલ્સની પેટીઓ હોવાનું કહી જુદી જુદી પેટીઓ પણ બતાવી હતી.

પોલીસને શંકા જતા ટાઇલ્સની પેટીઓ ચેક કરી હતી અને તેમાંથી બે પોઇન્ટ 65 લાખની કિંમતની દારૂની 1336 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઇવર જુબેર હુરમતખાન (મેવાત,હરિયાણા) ને અટકમાં લઇ પૂછપરછ કરી હતી.

Advertisement

જે દરમિયાન ગુડગાવના ધરુહેરા ગામે થી અશફાક નામના સપ્લાયરે દારૂની પેટીઓ ભરી હોવાની વિગતો બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. દારૂનો જથ્થો વડોદરામાં મોબાઈલથી સંપર્ક કર્યા બાદ કોઈ ખેપીઓ લેવા આવનાર હોવાની વિગતો ખુલી છે. પોલીસે કુલ 22 લાખની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે.


Share

Related posts

કોરોના પોઝિટિવ 25 દર્દી વધુ ઉમેરાયા, કુલ આંકડો 643 થયો

ProudOfGujarat

આજે રાત્રે દેખાશે સુપરમૂન, પૃથ્વીની નજીક આવશે ચંદ્ર, જાણો આ અવકાશી ઘટના વિશે સંપૂર્ણ.

ProudOfGujarat

હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર કરાવવા વડોદરા વકીલ મંડળે કર્યો ઠરાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!