Proud of Gujarat
FeaturedGujaratINDIA

શું ભરૂચમાં લોકડાઉન ફરી નંખાશે ? કોરોનાનાં વધતાં જતાં કેસોના પગલે લોકડાઉન એકમાત્ર ઉપાય રહીશોનો મત.

Share

ભરૂચ જીલ્લામાં 15 દિવસ કરતા વધુ દિવસોથી કોરોના કેસોની સરેરાશ સંખ્યા 15 કરતાં વધુ રહી છે. કેસો વધવાના પગલે ભરૂચ જીલ્લામાં કલેકટરે બપોરે 4 વાગ્યા બાદ દુકાનો બંધ રખવાનું જાહેરનામુ બહાર પાડયું છે. તે અગાઉ સુપરમાર્કેટ, મોટા બજાર, ચાર રસ્તા જેવા વિસ્તારોનાં વેપારીઓએ સ્વેચ્છાએ દુકાનો બપોરે 2 વાગ્યા બાદ બંધ કરવાની જાહેરાત કરી હતી. હાલ સમગ્ર ભરૂચ જીલ્લામાં બપોરે 4 વાગ્યા બાદ દુકાનો બંધ થઈ જાય છે. તેમ છતાં હજી કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી જેના કારણે ભરૂચ જીલ્લામાં લોકો એમ જણાવી રહ્યા છે કે હવે લોકડાઉન એકમાત્ર ઉપાય રહ્યો છે. પરંતુ લોકડાઉનની અફવા ભરૂચ પંથકમાં ઘણા દિવસોથી ચાલી રહી છે. તે સાથે સાથે કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે લોકડાઉન કયારે આવશે તે તો આવનાર સમય જ કહેશે.

Advertisement

Share

Related posts

સાંસદ અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલ પણ કેરેલા પીડિતોની વહારે…

ProudOfGujarat

નેત્રંગમાં સંગઠન મજબૂતી માટે મહત્વપૂર્ણ બેઠક, આગેવાનો અને કાર્યકરો વચ્ચે સક્રિય સંકલન પર ભાર

ProudOfGujarat

ઝઘડિયા પોલીસનાં એક જ દિવસમાં ત્રણ સ્થળ ઉપર દરોડા 50,000 નો વિદેશી દારૂ ઝડપી પાડયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!