Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં વરણામા હાઇવે બસ સ્ટેન્ડ પાસે ટેમ્પો પલ્ટી જતા ટ્રાફિકજામ સર્જાયો હતો.

Share

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર વરણામા હાઇવે બસ સ્ટેન્ડ પાસે અચાનક દ્રાક્ષ ભરેલો ટેમ્પો પલ્ટી ખાઇ જતા પાછળથી આવી રહેલા કન્ટેનર પણ પલ્ટી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

હાઇવે પર ટ્રાફિકજામ સર્જાતા થતા 5 થી 6 કિલોમીટર સુધી વાહનોની કતારોનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. વરણામા પોલીસ તેમજ એલ એન્ડ ટી ના સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદ વડે વાહનો ખસેડી ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કર્યો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ટ્રાફિક જામનાં પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

અમરેલી : હિંડોરણામાં રહેણાંકમાંથી ગેરકાયદે ગેસ રીફીલીંગ કૌભાંડ ઝડપાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રીની ચૂંટણીમાં નિખીલ શાહ 757 મતથી વિજેતા

ProudOfGujarat

સુરત જીલ્લામાં સામાજીક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!