Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : નાના હબીપુરા પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા યુનાઇટેડ ઇન્ડિયન ઇન્સ્યોરન્સ કંપનીનાં શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Share

શિનોર તાલુકાનાં નાના હબીપુરા ગામે આવેલ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા પરિવાર, દાતાઓ તથા ગામ અગ્રણીઓની હાજરીમાં શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. નાના હબીપુરા પ્રાથમિક શાળાને યુનાઇટેડ ઇન્ડિયન ઇન્સ્યોરન્સ કંપની વડોદરા દ્વારા ” એસ.આર.એસ.પ્રોગ્રામ અંતર્ગત કોમ્પ્યુટર, પ્રિન્ટર, પ્રોજેકટ પડદો, વોટર કુલર, હાર્મોનિયમ, તબલાં, કેસિયો, બુક સ્ટેન્ડ, ન્યુઝ પેપર સ્ટેન્ડ સહિત ૧૫ ઉપરાંતનાં બાળકોને પ્રોત્સાહિત કરતાં સાધનો રૂપિયા બે લાખનાં આપ્યાં હતા.

જે અંતર્ગત નાના હબીપુરા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં બાળકો દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત અને દેશભક્તિનાં ગીતોથી ઉપસ્થિત સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા.

આ પ્રસંગે ગામના સરપંચ, ઉપ સરપંચ, દાતાઓ, અગ્રણીઓ, શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીઓ, શાળા પરિવાર, વાલીઓ સહિત શાળાનાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર રહેલા તમામનું શાળાનાં બાળકો દ્વારા થર્મલ ગનથી ટેમ્પરેચર, સેનેટાઈઝેશન અને માસ્કનું વિતરણ સાથે કોરોનાની ગાઈડલાઈન સાથે સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

વડોદરા સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગમાં આસિમની સારવારમાં ડૉક્ટરોએ મેળવી સફળતા.

ProudOfGujarat

ઉત્તર પ્રદેશ : ટ્રેક્ટર-ટ્રોલી સાથે ધડાકાભેર કાર અથડાતાં 4 ના મોત, 16 ઈજાગ્રસ્ત

ProudOfGujarat

અંકલેશ્વર : પાંજરાપોળ પાસે અજાણ્યા યુવાનની કોઈક કારણસર હત્યા કરાતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!