Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના શિનોર તાલુકાના તેરસા ગામમાં શાળાની દીવાલ ધરાશાયી થતાં 6 બકરાના મોત

Share

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તેરસા ગામે મુખ્ય માર્ગ ઉપર આવેલી પ્રાથમિક શાળાની દીવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક પશુપાલકોએ પોતાના 6 બકરાને ગુમાવ્યાં છે, જેના કારણે અન્ય પશુપાલકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. તો બીજી તરફ શાળામાં વેકેશન ચાલતુ હોવાથી એક મોટી દુર્ઘટના અને જાનહાની ટળી હોવાનું પણ લોકો માની રહ્યાં છે.

શાળાની દીવાલ ધરાશાયી: જાણવા મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તેરસા ગામે મુખ્ય માર્ગ ઉપર આવેલી પ્રાથમિક શાળાની દીવાલ એકાએક ઘરાશાયી થઈ હોવાની ઘટનામાં 6 બકરાઓના કરુણ મોત થયા હતા. જ્યારે અન્ય ચાર બકરાઓનો આબાદ બચાવ થયો છે. પરંતુ આ ઘટનામાં 6 બકરાઓને ગુમાવનાર પશુપાલકના પરિવારમાં ભારે શોક પ્રસરી ગયો છે, અને દુ:ખની વેદના સાથે પશુપાલકોએ તંત્ર પાસે આર્થીક સહાય ચુકવવાની આશા વ્યક્ત કરી છે.

Advertisement

Share

Related posts

સુરત : ત્રણ અજાણ્યા શખ્સોએ પૈસા જમા કરાવી રહેલા વ્યક્તિ પાસેથી લુંટી લીધા લાખો રૂપિયા.

ProudOfGujarat

ભરૂચમાં જૈન સાધ્વી ઓ ઉપર હુમલો કરનાર સામે બાથ ભીડનાર શાકભાજીના વેપારીનું આજે જૈન સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 10 કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ કેસની સંખ્યા 1147 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!