Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ નવાબજાર જલારામ નગરમાંથી ગેરકાયદે નકલી ઘી બનાવતી ફેકટરી પોલીસે ઝડપી પાડી.

Share

વડોદરા જિલ્લાના કરજણ નગરમાં નવાબજાર વિસ્તારમાં આવેલા જલારામ નગરમાંથી કરજણ પોલીસે નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપી પાડતા સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. કરજણ પોલીસને બાતમી મળી હતી કે કરજણ નવાબજાર જલારામનગરમાં રહેતા કમલેશભાઈ શનાભાઈ વસાવાના ચણતરવાળા પતરાની ઓરડીમાં ભેળસેળ યુક્ત બનાવટી ઘી જાતે બનાવી પાઉચમાં પેકિંગ કરી વેચાણ અર્થે રાખેલ છે.

બાતમીના આધારે પોલીસે સદર જગ્યાએ છાપો મારતાં તેમાં પોલીથીન તેલના ડબ્બા તથા વનસ્પતિ ઘી ના ડબ્બા ગેસની બોટલ, સગડી વજનકાંટો સહિતનો સામાન મળી આવ્યો હતો. પોલીસે મનુષ્યના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરનાર આરોપી રાકેશભાઈ પરબતભાઈ વઘાસીયા રહે. શાસ્ત્રીપાર્ક નવાબજાર કરજણ મૂળ રહે. જસાપર તા. જસદણ જી. રાજકોટ અને કમલેશ શનાભાઈ વસાવા રહે. ગોકુલ વિભાગ -3, જલારામનગર કરજણ નાઓની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બનાવટી ઘી બનાવવા ઉપયોગમાં લીધેલા વનસ્પતિ ઘીના ડબ્બા નંગ – ૨૪ કુલ કિંમત રૂ. ૪૮,૦૦૦ પામોલિન તેલના ડબ્બા નંગ – ૪૦ કુલ કિંમત રૂ. ૭૨,૦૦૦/-, બનાવટી ઘી ને ગીર અમૃત ગાય કા શુદ્ધ ઘી લખેલ પૂઠાના એક લીટરવાળા બોક્ષમા ભરેલ કુલ ૨૫૫ લીટર બનાવટી ઘી જેની કુલ કિંમત રૂ. ૧,૨૭,૫૦૦1, ૧૨ લીટરના ડબ્બામાં તૈયાર કરેલ કુલ ૮૪ લીટર ઘી જેની કુલ કિંમત રૂ. ૪૨,૦૦૦, વજન કાંટો, તપેલા સહિતનો કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૩,૧૫,૬૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. કરજણ નગરમાં બનાવટી ઘી બનાવતી ફેકટરી ઝડપાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વડોદરા : મૌકા ફાઉન્ડેશન દ્વારા પસ્તી સે શિક્ષા ડ્રાઈવ અંતર્ગત સરાહનીય કાર્ય કરાયું.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીમાં બોગસ નામ ધારણ કરી લાખોની છેતરપિંડી કરનાર શખ્સ રાજકોટથી ઝડપાયો.

ProudOfGujarat

જેતપુરમાં કચરો ઉપાડતી વાને 4 વર્ષના બાળકને કચડયો : દિકરાનાં મોતથી માતા-પિતાના પગ તળીયેથી જમીન ખસી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!