Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના કરજણ પાસે ગેરકાયદે ચાલતા 7 બાયોડીઝલ પંપ પરથી બાયોડીઝલનો જથ્થો જપ્ત…

Share

ડીઝલના ભાવો પેટ્રોલની સમકક્ષ થતા બાયોડીઝલની માગમાં વધારો થયો છે. કેટલાક લોકો દ્વારા કોઇપણ જાતની પરવાનગી વિના આડેધડ બાયોડીઝલ પંપો શરૂ કરી દેવામાં આવ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાની કરજણ પોલીસે નેશનલ હાઇવે ઉપર બિલાડીની ટોપની જેમ શરૂ થયેલા 7 જેટલા ગેરકાયદેસર બાયોડીઝલ પંપ ઉપર ફેબ્રુઆરી માસમાં દરોડા પાડીને રૂપિયા 24 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પંપો ગેરકાયદેસર હોવાનું અને કોઇપણ જાતના સેફ્ટી વિના પંપો ચલાવાતા હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે પંપોના સંચાલકો સહિત 28 જેટલા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ હાઇવે નં-48 ઉપર ગેરકાયદેસર શરૂ થયેલા બાયોડીઝલ પંપો સામે ગત ફેબ્રુઆરી માસમાં 7 જેટલા બાયોડીઝલ પંપો ઉપર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી અને બાયોડીઝલના સેમ્પલો મેળવીને પૃથ્થકરણ માટે આપ્યા હતા. પૃથકરણમાં અને પોલીસ તપાસમાં આ બાયોડિઝલ પંપો ગેરકાયદેસર હોવાનું તેમજ પંપો ઉપર કોઇ પણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો ન હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત આ બાયોડિઝલ લોકો માટે જોખમરૂપ પુરવાર થાય તેમ હોવાથી કરજણ પોલીસે તમામ બાયોડીઝલ પંપના સંચાલકો, પંપો ઉપર કામ કરતા કર્મચારીઓ અને બાયોડીઝલના સપ્લાયરો મળીને 28 જેટલા વ્યક્તિઓ સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

કરજણ પોલીસે આવેલા માંગલેજ ગામે સનસાઇન હોટલના કમ્પાઉન્ડમાં એકતા નામના બાયોડીઝલ પંપ ઉપર દરોડો પાડીને રૂપિયા 4,20,000 ની કિંમતનું 7000 લિટર બાયોડીઝલનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે સુરતના રહેવાસી વિજય પ્રવિણભાઇ ગોંડલીયા(રહે, 102, શ્વેતા સોસાયટી, વરાછા રોડ, સુરત), પંપના સંચાલક, બાયોડિઝલના સપ્લાયર, સનસાઇન હોટલના માલિકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તે જ રીતે કરજણ તાલુકાના સાંસદરો ગામ પાસે વડોદરા-મુંબઇ હાઇવે નં-48 ઉપર સ્વાજીઇન હોટલના કમ્પાઉન્ડમાં સીતારામ નામના બાયોડીઝલ પંપ ઉપર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી રૂપિયા 2,40,000ની કિંમતનું 4000 લિટર બાયોડીઝલનો જથ્થો સીઝ કર્યો હતો. આ ગુનામાં પોલીસે સાંસરોદ ગામમાં રહેતા જુબેર શબ્બીરભાઇ પટેલ, પંપના માલિક-સંચાલક, હોટલના ભાગીદારો અને બાયોડીઝલ સપ્લાયર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત તેજ રોડ ઉપર આવેલી મારૂતિ હોટલના કમ્પાઉન્ડમાં ચાલતા શ્રી હરી ટ્રેડર્સ નામના પંપ ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી રૂપિયા 3000 ની કિંમતનું 50 લિટર બાયોડિઝલનો જથ્થો કબજે કર્યો હતો. આ ગુનામાં પણ પોલીસે ભરૂચની રંગૃષ્ણ સોસાયટીમાં રહેતા પિન્ટુ દિલીપભાઇ અધેરા, પંપના સંચાલક-માલિક, હોટલના સંચાલક-માલિકો અને બાયોડિઝલના સપ્લાયરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

કરજણ તાલુકાના કીયા પાટીયા પાસે નેશનલ હાઇવે નંબર-48 ઉપર મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં મહાદેવ નામના બાયોડીઝલ પંપ ઉપર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી રૂપિયા 3,60,000ની કિંમતનું 6000 લિટર બાયોડીઝલનો જથ્થો સીઝ કર્યો હતો. આ ગુનામાં પોલીસે ભરૂચ જિલ્લાના પાલેજના રહેવાસી અબ્દુલ રેહેમતખાન વોરા પટેલ, પંપના માલિક-સંચાલક, હોટલના ભાગીદારો અને બાયોડીઝલ સપ્લાયર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વડોદરા-કરજણ નેશનલ હાઇવે નંબર-48 ઉપર આવેલી સાગર હોટલના કમ્પાઉન્ડમાં ચાલતા નમો ઇન્ડિયા નામના પંપ ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી રૂપિયા 12,00000 ની કિંમતનું 20,000 લિટર બાયોડિઝલનો જથ્થો કબજે કર્યો હતો. આ ગુનામાં પણ પોલીસે ભરૂચ જિલ્લાના પાલેજમાં જહાંગીર પાર્ક સોસાયટીમાં રહેતા રાકેશ જીતેન્દ્રભાઇ ભટ્ટ, પંપના સંચાલક-માલિક, હોટલના સંચાલક-માલિકો અને બાયોડિઝલના સપ્લાયરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત નેશનલ હાઇવે નંબર-48 ઉપર લાકોદરા પાસે આવેલી સહયોગ ઇન હોટલના કમ્પાઉન્ડમાં ચાલતા ક્રિષ્ણા નામના પંપ ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. અને ત્યાંથી રૂપિયા 2,20,000 ની કિંમતનું 3700 લિટર બાયોડિઝલનો જથ્થો કબજે કર્યો હતો. આ ગુનામાં પણ પોલીસે કરજણ તાલુકાના લાકોદરા ગામમાં રહેતા યોગેશ સવજીભાઇ કાડગળ, પંપના સંચાલક-માલિક, હોટલના સંચાલક-માલિકો અને બાયોડિઝલના સપ્લાયરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સાંસદોર ગામ પાસે આવેલી મેવાત ધાબા હોટલના કમ્પાઉન્ડમાં મહાદેવ નામના પંપ ઉપર દરોડો પાડ્યો હતો. અને ત્યાંથી રૂપિયા 3 લાખની કિંમતનો 5000 લિટર બાયોડિઝલનો જથ્થો કબજે કર્યો હતો. આ ગુનામાં પોલીસે મહેસાણા જિલ્લાના સલીમ સીરાજભાઇ ચૌધરી, પંપના સંચાલક-માલિકો, હોટલના ભાગીદારો અને બાયોડિઝલ સપ્લાયરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મંજુસર GIDCમાં પ્લોટ નં-327 અને 328 ખાતે આવેલી ફેમ બાયોફ્યુલ પ્રાઇવેટ લિમિટેડમાં વર્ષ-2020 દરમિયાન મામલતદારે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. અને કંપનીમાંથી બાયોડીઝલના નમૂના વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બાયોડીઝલની ગુણવત્તામાં ભેળસેળ હોવાનું સપાટી પર આવ્યું હતું. જેથી પરિવહન હેતુ માટે અનઅધિકૃત રીતે વેચાણ કરી મોટર સ્પિરિટ અને હાઈ સ્પીડ ડીઝલની શરતો ભંગ બદલ કંપનીના સંચાલક દર્પણ શાહ(રહે, અલીન્દ્રા ગામ, સાવલી, વડોદરા) વિરુદ્ધ સાવલી પોલીસ મથકે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા.


Share

Related posts

ભરૂચ માં જોવા મળ્યો મૌસમ નો બદલાતો મિજાજ….કેટલાક સ્થળોએ વરસાદ ના અમી છાટણા….

ProudOfGujarat

અંકલેશ્વરની કુસુમબેન કડકિયા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ ફી લેવાનું બંધ કરતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા મથકે આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!