Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં રોડ ક્રોસ કરતી વખતે મોબાઇલમાં વ્યસ્ત યુવાનનું સિટી બસની અડફેટે મોત

Share

મોબાઈલમાં ખોવાયેલા રહેતા લોકો માટે વડોદરાનો આ કિસ્સો લાલબત્તી સમાન છે. લોકો મોબાઈલમા એવા વ્યસ્ત થઈ જાય છે કે, આગળ પાછળ શુ થઈ રહ્યુ છે તે પણ ભૂલાઈ જાય છે. મોબાઈલમાં વ્યસ્ત રહેલા એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. શોકિંગ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે રસ્તો ઓળંગતા સમયે મોબાઈલમાં ભાન ભૂલી ગયેલા યુવકને રસ્તા પર જ મોત મળ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના વાઘોડિયા વિસ્તારનો આ બનાવ છે. પીપળીયા ગામ પાસે ધીરજ હોસ્પિટલ આવેલી છે. મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી સચિન કશ્યપ નામનો યુવક ધીરજ હોસ્પિટલમાં કામ અર્થે આવ્યો હતો. તે હોસ્પિટલમાંથી રોડ ક્રોસ કરીને બહાર નીકળ્યો હતો. હોસ્પિટલની બહાર સચિન રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતો. તે મોબાઈલમાં એટલો ખોવાયેલો હતો કે, તે રસ્તો ક્રોસ કરી રહ્યો છે તે પણ ભૂલી ગયો હતો. તેણે રસ્તા પરથી પરથી પસાર થતા વાહનો પર ધ્યાન ન આપ્યું, અને મોબાઈલ પર વ્યસ્ત હતો. આ સમયે તેને નજર સામે આવેલી બસ રહેલી બસ પણ ન દેખાઈ. આખરે તે બસની નીચે કચડાયો હતો. ઘટના સ્થળે જ તેને મોત મળ્યુ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકામાં વિવિધ સમિતિનાં ચેરમેનની વરણી કરાઇ.

ProudOfGujarat

ઓલ ઇન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશનની જનરલ કાઉન્સિલિંગ મિટિંગ મેઘાલયના સિલોગ મુકામે યોજાઈ.

ProudOfGujarat

પૂર્વ સાંસદ અને ગુજરાત ના પૂર્વ વન મંત્રી સ્વ.ચંદુભાઈ દેશમુખ ની આજે 22 મી પુણ્યતિથિ નિમિતે પરિવાર જનો એ બ્લડ ડોનેટ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!