Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા આરોપીઓને ગુનાના રિકન્ટ્રક્શન અર્થે કરજણ લાવવામાં આવ્યા.

Share

બહુચર્ચિત સ્વીટી પટેલ મર્ડર મિસ્ટ્રી પોલીસ દ્વારા આરોપીઓને ગુનાના રિકન્ટ્રક્શન અર્થે કરજણ લાવવામાં આવ્યા હતા. કાયદાનો રક્ષક જ ભક્ષક બની પત્ની સ્વીટી પટેલની ઠંડે કલેજે હત્યા કરવાનો મામલો હાલ તો સમગ્ર કરજણ તાલુકા સહિત વડોદરા જિલ્લામાં ચર્ચાની એરણે ચડ્યો છે. ગતરોજ આરોપી અજયદેસાઈ અને હત્યામાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બન્ને આરોપીઓને 11 દિવસના રીમાંડ મંજુર કર્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીઓને ગુનાના રિકન્ટ્રક્શન અર્થે મંગળવારે કરજણ લાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પ્રયોસા રેસિડન્સી ખાતે આવેલ મકાન નંબર પાંચમાં આરોપીને લઈ જઈ હત્યાનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે સ્વીટી પટેલની ચકચારી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલી રહેલી તલસ્પર્શી તપાસમાં રેલો ક્યાં સુધી પહોંચશે તે તો આવનારો સમય જ બતાવશે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વલણ-પાલેજ ના મુખ્ય માર્ગ ના બાંધકામ માં રેલવે અધિકારીઓ દ્વારા અડચણો ઉભી કરાઇ.

ProudOfGujarat

ભરૂચમાં કોંગ્રેસે નીટ પેપર લીક મામલે આત્મહત્યા કરનારા યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પી

ProudOfGujarat

ભરૂચ જે.બી મોદી પાર્કથી પશ્ચિમ વિસ્તારને જોડતો માર્ગ ચાલુ કરવા કલેકટરને રજૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!