Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના દેથાણ ગામમાં ભિલીસ્તાન લાયન સેનાના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી.

Share

ગત તારીખ ૧૬ મી ઓગસ્ટના રોજ કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં એક મહિલા સાથે સામુહિક દુષ્કર્મની જઘન્ય ઘટનાના પડઘા હજુ પણ શમવાનું નામ નથી લેતા સામુહિક દુષ્કર્મની હિચકારી ઘટનાના વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે તેમજ ઘટનામાં સંડોવાયેલા નરાધમોને સખતમાં સખત સજાની માંગ ઉઠવા પામી છે.

તો બીજી તરફ પીડિત મહિલાને ઝડપથી ન્યાય મળે એ માટે અનેક રાજકીય પક્ષો તથા મહિલા સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. ગુરુવારે દેથાણ ગામમાં ભિલિસ્તાન લયન સેનાના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી હતી. સાથે સાથે ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી નરાધમોને સરકાર દ્વારા સખત સજા કરાવવામાં આવે એવી માંગ કરી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

અંકલેશ્વર : શ્યામલ નગર ચાર રસ્તા પાસેથી બિનવારસી હાલતમાં મહિલાની લાશ મળી આવી, પોલીસે વધુ તપાસ હાથધરી

ProudOfGujarat

ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ BSNL ના ગોડાઉનમાં ઝાડીઝાંખરામાં લાગી આગ.

ProudOfGujarat

ભરૂચ : વેજલપુરના કુંભારયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાસાઈ થતા ત્રણના મોત અન્ય બે ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!