Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા: મહારાષ્ટ્રથી આવેલા 3 લોકો કોરોનો પોઝિટિવ નીકળ્યા

Share

કોરોના હળવો થતા જ આંતરરાજ્ય મુસાફરી વધી રહી છે. જે રીતે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે જોતા કોરોના વિસ્ફોટ નજીક આવી રહ્યો તેવુ લાગી રહ્યું છે. આવામાં ગુજરાતમાં મહારાષ્ટ્રથી આવી રહેલા પ્રવાસીઓ મોટું જોખમ લઈને આવી રહ્યાં છે. વડોદરામાં મહારાષ્ટ્રથી આવેલા પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. પૂણેથી વડોદરા આવેલા પરિવારના ત્રણ સભ્યો પૈકી એકને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને બે હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. મહારાષ્ટ્રના પુણેથી વડોદરા શહેરમાં આવેલા પરિવારના ત્રણ સભ્યોને કોરોનાના પોઝિટિવ આવતા ત્રણ પૈકી એકને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. જ્યારે અન્ય બે પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશન રાખવામાં આવ્યા છે. ડેલ્ટા વેરિઅન્ટની એન્ટ્રીની આશંકાને પગલે આરોગ્ય વિભાગ સર્તક બન્યો છે. બીજી તરફ શહેરમાં 77 દિવસ બાદ કોરોનાથી મોત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ત્રીજી લહેરની આશંકા વચ્ચે એક તરફ શહેરમાં કોરોના કેસ કંટ્રોલમાં છે. ત્યારે શહેરના પરિવારનો સભ્ય મહારાષ્ટ્રના પુણેમાં બીમાર હોવાથી તેને 7 સભ્યો લેવા ગયા હતા. જ્યાંથી પરિવાર પરત આવ્યા બાદ પરિવારના ત્રણ સભ્યોની તબિયત લથડી હતી. જેમને કોરોનાના લક્ષણો જણાતા તેઓએ કોરોનાના સંક્રમણની તપાસ કરાવી હતી. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. પરિવારના ત્રણ પૈકીના એક મહિલા સ્વજનને શ્વાસ લેવામાં પરેશાની થતી હોવાથી તેમને સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં પરિવારના ત્રણ સભ્યોને નમૂનાઓને ડેલ્ટા વેરિયન્ટની તપાસ માટે પુણે મોકલવા કવાયત હાથ ધરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ડેલ્ટા વેરિઅન્ટ ની એન્ટ્રીની આશંકાને પગલે આરોગ્ય વિભાગ સર્તક બન્યું છે.

Advertisement

આવામાં વડોદરામાં મહારાષ્ટ્રથી કોરોના કેવી રીતે આવ્યો તે તપાસનો વિષય બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના એક પરિવાસનો સભ્ય પૂણેમાં બીમાર થયો હતો. જેથી તેને લેવા માટે પરિવારના સાત સભ્યો વડોદરાથી પૂણે ગયા હતા. વડોદરા પરત ફર્યા બાદ સાતમાંથી ત્રણ સભ્યોની તબિયત લથડી હતી. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેથી તેમનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. આ જાણીને આરોગ્ય વિભાગ પણ દોડતુ થયુ હતું. ત્રણમાંથી એક શખ્સની તબિયત લથડી હતી, જેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 સુધી પહોંચ્યા બાદ ફરી એકવાર તેમાં ઉછાળો આવ્યો છે.

રાજ્યમાં જો કે કોરોનાનો રિકવરી રેટ ઝડપથી સુધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોવિડ 19 ના 16 કેસ નોંધાયો છે. આ ઉપરાંત 17 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,230 નાગરીકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાના દરમાં 98.76 ટકાએ પહોંચ્યો છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું.

ProudOfGujarat

આજે આંતરરાષ્ટ્રિય નૃત્યદિવસઃ આધુનિક ડાન્સ વચ્ચે પણ પંચમહાલ અને દાહોદ જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ગફુલી અને ટીમલી નૃત્યની રમઝટ એકબંધ

ProudOfGujarat

આજથી કમુરતા શરૂ થતાં લગ્ન કે શુભ પ્રસંગો નહિ થાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!