Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : હાંડોદ ગામમાં વિકાસના કામોનું પુર્વ ધારાસભ્ય સતીષ પટેલનાં હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંદોડ ખાતે પુર્વ ધારાસભ્ય સતીષ પટેલના હસ્તે વિવિધ વિકાસના કામોનું ખાત મુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું હતું.
હાલ ગુજરાત સરકાર દ્વારા મંજુર થયેલા વિવિધ તાલુકાના ગામડાઓમાં વિકાસના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણની ભરમાર ચાલી રહી છે.  ત્યારે કરજણ તાલુકાના હાંડોદ ગામે મંજુર થયેલા રૂ.ત્રણ લાખના ખર્ચે ટયુબવેલ, મોટર પંપ, રૂ. પાંચ લાખના ખર્ચે પાઇપ નાળા-૩, પંપ રૂમ, મોટર રૂ. એક લાખ પચાસ હજાર, વિસામો રૂ. બે લાખ તેમજ આર.ઓ. પ્લાન્ટન રૂ. પાંચ લાખના વિકાસના વિવિધ કામોનુ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે  કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ પટેલ સાથે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદિપ ચૌહાણ, પ્રદેશ આમંત્રિત સભ્ય અશોકસિહ મોરી તથા અલકેશભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ રામાભાઇ રાઠોડ તથા સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચની મુન્શી વિધાધામ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન

ProudOfGujarat

ગણેશોત્સવની મંજૂરી મોડી મળતાં મૂર્તિઓ ઓછી બનશે : કિંમતમાં 25%નો વધારો

ProudOfGujarat

નેશનલ હાઇવે પર ખાડાના કારણે કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર ડિયાવડર કુદાવી ટ્રકમા ભટકાઇ : એકનું મોત બેને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!