Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાની MSUની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં NSUIનો ભવ્ય વિજય, ABVP ના સુપડાસાફ થતા કેમ્પસ માં કહી ખુશી કહી ગમ ના દ્રશ્યો…..

Share

 
વડોદરા: પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની આજે યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં યુનિવર્સિટી જી.એસ. પદે એન.એસ.યુ.આઇ.ના ઉમેદવાર વ્રજ પટેલ અને વી.પી. પદે વી.વી.એસ.-જય હો ગૃપના ઉમેદવાર સલોની મિશ્રાનો ભવ્ય વિજય થયો છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એ.બી.વી.પી.નો કારમો પરાજય થતા સમર્થકોમાં સન્નાટો છવાઇ ગયો હતો.
યુનિ. કેમ્પસ વિજયના નારા અને વિજય સરઘસોથી ગુંજી ઉઠ્યું

એમ.એસ. યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની આજે યોજાયેલી ચૂંટણીમાં 39.96 ટકા મતદાન થયું હતું. બપોરે 2 વાગે મતદાન પૂરું થયા બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. બે કલાકની ગણતરી બાદ પરિણામો આવવાની શરૂઆત થતાં જ યુનિ. કેમ્પસ વિજયના નારા અને વિજય સરઘસોથી ગુંજી ઉઠ્યું હતું. મોડી સાંજે જાહેર થયેલા પરિણામમાં યુ.જી.એસ. તરીકે ચૂંટાઇ આવેલા વ્રજ પટેલ અને વી.પી. તરીકે ચૂંટાઇ આવેલ સલોની મિશ્રાના તેમના સમર્થકો દ્વારા કેમ્પસમાં ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા…

Advertisement

Share

Related posts

181 અભયમ ટીમની સફળ કામગીરી: શંકાશીલ પતિને સમજાવી 12 વર્ષનો ઘરસંસાર બચાવ્યો

ProudOfGujarat

ભરૂચ નગરનાં સિંધવાઈ માતાનાં મંદિર પાસે વૃક્ષ ધરાશાય થયું

ProudOfGujarat

કાલોલ પોલીસ સ્ટેશનની બહાર કાંકરના મૂવાડાના ગ્રામજનોએ શા માટે એકત્ર થયા જાણો?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!