Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી કારેલીબાગ પોલીસ.

Share

વડોદરાના કારેલીબાગમાં તાજેતરમાં મોબાઈલ ફોન, પાણી કાઢવાની મોટર સહિતની વસ્તુઓ ચોરેલ હોય જે મુજબની ચોરીની ફરિયાદ IPC કલમ -380 મુજબ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોય જે ગુના સબબ પોલીસ સ્ટાફને સૂચના અપાતા આરોપીને વડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યો હતો.

આ બનાવની મળતી વિગતો અનુસાર શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે વડોદરા એચ ડિવિઝનની સૂચનાને આધારે કારેલીબાગ પોલીસ સ્ટેશન પાર્ટ-A માં ચોરીની ફરીયાદ નોંધાયેલ આ ફરિયાદના આધારે સર્વેલન્સ સ્કોર્ડના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.કો વનરાજસિંહ તથા પો.કો જયેશ ફતાભાઈને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળતા એક શખ્સ પાસેથી ચોરાઈ ગયેલ માલ સામાન મળી આવતા આ કામના આરોપી વિશાલ કંચન પરમાર રહેવાસી 177 સ્લમ ક્વાર્ટસ, તુલસીવાડી, કારેલીબાગ વડોદરા પાસેથી ઓપો કંપનીનો મોબાઇલ કિંમત રૂ. 9990/-, એક ઇલેક્ટ્રીક પાણી કાઢવાની મોટર કિંમત રૂપિયા 2000/- મળી કુલ રૂપિયા 11,990 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી કારેલીબાગ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીના ગુનાને ડિટેક્ટ કરી સફળ કામગીરી કરી છે.

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી.

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના વાસલા ગામે ચાર અજાણ્યા બુકાનીધારી ઈસમો દ્વારા મોટરસાઇકલ સવારને જીવલેણ હુમલો કરી સોના-ચાંદીના દાગીનાની સનસનાટી ભરી લૂંટ.

ProudOfGujarat

ઓનલાઇન ઠગો માટે બેન્ક એકાઉન્ટ અને સીમ કાર્ડ આપનાર ત્રણ ઠગ પકડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!