Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની એન્જિનિયરિંગની વિદ્યાર્થીએ પગમાં ફેક્ચર હોવા છતાં પરીક્ષા આપી અભ્યાસનું મહત્વ સમજાવ્યું.

Share

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં પ્રદીપ સોસાયટીમાં રહેતી 20 વર્ષીય એન્જીનીયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની B.E . CIVIL (એન્જીનીયરિંગ) મા આનંદના વાસદ ખાતે આવેલી SVIT કોલેજમા 7 મા સેમેસ્ટરમા અભ્યાસ કરે છે અને હાલમા GTU ગાંધીનગર દ્વારા 10 મી ડિસેમ્બરથી અલગ અલગ દિવસે વાર્ષિક પરીક્ષા યોજાઈ રહી છે, જે દરમિયાન ગત 17 મી ડિસેમ્બરના રોજ એન્જીનીયરિંગમા અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીની ઝીલ સમીર શાહ પોતાની કોલેજ ખાતે ત્રીજા પેપર માટે પોતાનુ વ્હીકલ લઈને જઈ રહી હતી ત્યારે નંદેસરી બ્રીઝ પાસે અકસ્માત નડ્યો હતો જેમા 20 વર્ષીય વિદ્યાર્થીની ઝીલ શાહના ડાબા પગની જાંગના ભાગના હાડકાના ત્રણ ટુકડા થઈ ગયા ત્યારબાદ ગત તા.20 મી ડિસેમ્બરના રોજ વડોદરાના ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં હાડકાને જોડવા માટે સળિયો નાખવામાં આવ્યો હતો જે બાદ ઝીલને ચાલવા તેમજ કુદરતી હજમ ક્રિયા માટે વોકરની સગવડ કરવામાં આવી હતી પરંતુ ચાલી રહેલી વાર્ષિક પરીક્ષાની ચિંતા પણ તેને સતાવી રહી હતી બાદમા તેના માતા પિતાએ SVIT કોલેજના HOD ડી.પી. સોનીનો સંપર્ક કર્યો હતો અને ઝીલને બે પેપર બાકી રહ્યા હતા એ પરીક્ષા આપવા દેવા માટે વિનંતી કરવામાં આવી હતી, કોલેજ ખાતેના શિક્ષકો વિચારમા પડી ગયા હતા કે તેનાથી સરખુ ચલાતુ પણ નથી અને તેની વર્ગખંડ ત્રીજા માળે છે તો કેવી રીતે પરીક્ષા આપશે ? જે વિષયને લઈ કોલેજના શિક્ષકો અને વાલી વચ્ચે ચર્ચા બાદ ગાંધીનગર ખાતે આવેલ GTU ની હેડ ઓફિસથી ખાતે ઈમારતના ભોંય તળિયે વ્યવસ્થા માટે મેલ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી જેમાં યુનવર્સીટી દ્વારા જરૂરી મેડિકલ સર્ટિફિકેટ મેળવ્યા બાદ ઝીલને ભોંયતળિયે અલગ વ્યવસ્થા બાદ બાકી બે પેપર જે તા. 27 મી ડિસેમ્બર અને 29 મી ડિસેમ્બરના રોજ હતા એ આપવા માટે મંજૂરી મળી હતી. બાદમા ઝીલના વાલી દ્વારા ખાનગી વાહન દ્વારા કોલેજ જઈ વોકરથી ધીમે ધીમે ચાલી અલગ વ્યવસ્થાવાળા વર્ગખંડમા પરીક્ષા આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓ નાની નાની તકલીફોમા અભ્યાસ છોડી દે છે જ્યાં ઝીલએ પરીક્ષા ન આપી હોત તો પણ ચાલી શકે એમ હતુ પરંતુ પોતના અભ્યાસમાં કોઈ બાંધ છોડ ન કરી પરીક્ષા આપી એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા “રોડ કટર્સી કેમ્પેઈન-૨૦૧૮” અંતર્ગત અંકલેશ્વરમાં વાહનચાલકોને ટ્રાફિક અંગેના નિયમોનું પાલન કરવા હેતુસર વિશેષ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સુલતાનપુરા ગામે ખેતીની જમીનમાં ગેરકાયદેસર કબજો કરનાર ઇસમ સામે ફરિયાદ.

ProudOfGujarat

વાંસ આધારિત વિવિધ બનાવટો એક જ સ્થળે ઉપલબ્ધ થાય તેવું અનોખું કૌશલ્યવર્ધન કેન્દ્ર ડેડીયાપાડામા ઉપલબ્ધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!