Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી માંકણ ડિસ્તી નહેરમાં પાણીના અભાવે ધરતીપુત્રો પરેશાન.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી માંકણ ડિસ્તી નહેરમાં પાણીના અભાવે ધરતીપુત્રો પરેશાન બન્યા છે. મીડિયા ટીમ દ્વારા નહેરની મુલાકાત લેતા નહેરમાં ઝાડી ઝાંખરા ઉગેલા નજરે પડયા હતા તેમજ એક જગ્યાએ નહેરમાં ગાબડું પડ્યુ હોવાનું પણ નજરે પડ્યું હતું. નહેરમાં પાણીના અભાવે ખેડૂતોનો મહામૂલો પાક નિષ્ફળ જવાની પણ ખેડૂતો દ્વારા ભિતી સેવાઈ રહી છે.

મીડિયા સમક્ષ નિવેદનમાં રફીક ભાઈ સગીરે જણાવ્યું હતુ કે ચાલુ સીઝનમાં હજુ સુધી નહેરમાં પાણી આવ્યું જ નથી જેના કારણે અમારો પાક નિષ્ફળ જવાની શક્યતા સેવાઈ રહી છે. નહેરમાં પાણી છોડવા બાબતે અમે સંબંધિત અધિકારીઓને રજુઆત કરી હોવા છતાં કોઈ ધ્યાન ન અપાતું હોવાના પણ તેઓએ આક્ષેપો કર્યા હતા. પાણીના અભાવે કપાસ, શેરડી અને તુવરનો પાક નિષ્ફળ જવાની પણ તેઓએ ભીતિ દર્શાવી છે. તો નહેર ખાતા દ્વારા નહેરનું સમારકામ હાથ ધરી નહેરમાં પાણી છોડવામાં આવે એવી ખેડૂતો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

રાજપારડીમાં સરકારી નિયમ મુજબ દુકાનો ખોલવા પોલીસ સ્ટેશનમાં બેઠક યોજાઇ.

ProudOfGujarat

૩૧મી ડિસેમ્બર અંતર્ગત શનિવારે મોડી રાત સુધી ઠેર-ઠેર વલસાડ જીલ્લા પોલીસે કર્યુ ચેકીંગઃ આજે અને આવતીકાલે પણ યથાવત રહેશે કામગીરી

ProudOfGujarat

ભરૂચ : ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!