Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તબીબી સહાયના સાધનો અર્પણ કરાયા.

Share

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે જનતા પાર્ટીના મંત્રીમંડળ મેયર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસ.એસ.જી હોસ્પિટલમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાની ગ્રાન્ટમાંથી મેડિકલના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.

આ તકે હોસ્પિટલના તબીબી અધિક્ષક કચેરી ખાતે આવેલ ઓડિટોરિયમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય સહિતના ભાજપના મંત્રીઓ તેમજ મેયર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત સ્વાગત બાદ મેયર દ્વારા રીબીન કાપી મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા, શહેર મેયર કેયુર રોકડીયા, ડો. રંજન ઐયર, ડો તનુજા જાવડેકર અને ડૉ. બેલીમ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સરકારી વહીવટી કાર્યને સંપૂર્ણ પેપરલેસ કરવા “ઈ-સરકાર” એપ્લિકેશન ૨૫ ડિસેમ્બરથી સંપૂર્ણપણે અમલી બનશે

ProudOfGujarat

સુરતના પલસાણામાં ઇ બાઈકની બેટરી બ્લાસ્ટ થતા ઘરનો સામાન સળગ્યો.

ProudOfGujarat

સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના ફરી દરોડા, લાખોનો દારૂનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!