Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : ગોધરા ખાતે 73 માં પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી.

Share

73 મા પ્રજાસત્તાક પર્વની પંચમહાલ જિલ્લામાં ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ મંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુનસિંહ ચૌહાણનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કેબિનેટમંત્રીશ્રીએ ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે ભારતની આન, બાન, શાનના પ્રતીક સમો રાષ્ટ્રધ્વજ ફરકાવી, સલામી આપી ધ્વજવંદન કર્યુ હતું.

આ પ્રસંગે ઉપસ્થિતજનોને પ્રજસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવતા મંત્રીએ જણાવ્યું કે, 26 જાન્યુઆરી, 1950 ના શુભદિને આપણા ભારતે પોતાનું આગવું બંધારણ સ્વીકારીને દેશને સંસદીય લોકશાહી ધરાવતા પ્રજાસત્તાક દેશ જાહેર કર્યો. આપણી લોકશાહી વિશ્વસ્તરે અન્ય દેશો માટે લોકશાહીનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે. તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ આપણા સૌ માટે પવિત્ર દિવસ છે તેમ કેબિનેટમંત્રીએ ઉમેર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં સબળ સક્ષમ અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ આજે વિશ્વભરમાં ભારતની વિકાસયાત્રાની નોંધ લેવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રશસ્ત કરેલા માર્ગ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદનશીલ, દીર્ઘદ્રષ્ટિવાળા નેતૃત્વ હેઠળ ગુજરાત સંતુલિત અને સર્વસમાવેશક વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે, ઉત્તમથી સર્વોત્તમ બનવા તરફ જઈ રહ્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં આરોગ્ય, ગ્રામ વિકાસ, કૃષિ, શિક્ષણ, માર્ગો-બંદરો સહિતની આંતરમાળખાકીય સુવિધાઓ અંતર્ગત થઈ રહેલા વિકાસકાર્યોની રૂપરેખા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અર્થતંત્રનો સંતુલિત વિકાસ થાય અને વિકાસના લાભ સમાજના દરેક વર્ગને મળે તે માટે સરકારે કૃષિ, ઉદ્યોગ અને સેવા એમ ત્રણેય ક્ષેત્રોને બરાબર મહત્વ આપ્યું છે, જેના લાભ ગુજરાતના અર્થતંત્રના સારા દેખાવ પરથી જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ થવાના કારણે ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ હોય કે તાઉતે વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજ હોય ગરીબોની બેલી બની સરકાર જરૂરતમંદોની વહારે આવી છે. મહિલાઓ શિક્ષણ-રોજગાર ક્ષેત્રે આગળ વધે તે માટે ‘બેટી બચાવો બેટી પઢાવો’ સહિતની પહેલો વિશે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાના સરકારનાં પ્રયાસો આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરશે. ભારતમાં 150 કરોડ કરતા વધુના રસીકરણ ડોઝ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સમયસરના પગલાઓ, મજબૂત નેતૃત્વ અને માર્ગદર્શનનાં કારણે દુનિયાભરમાં હાહાકાર મચાવનારી કોવિડ-19 મહામારીને ભારતમાં નિયંત્રિત કરવામાં સુંદર સફળતા મળી છે. હાલ પણ સરકાર 15 થી 18 વર્ષના બાળકોને રસીકરણ અભિયાન દ્વારા સુરક્ષિત કરવાની કામગીરી પ્રાથમિકતાના ધોરણે કરી રહી છે. સુદ્રઢ વ્યવસ્થાઓનાં કારણે થર્ડ વેવ હળવો રહ્યો છે ત્યારે જ્યાં સુધી આ મહામારી સમાપ્ત ન થાય ત્યાં સુધી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતનાં સાવચેતીના પગલાઓનું પાલન કરવા અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરી રસી મૂકાવવા તેમણે જાહેર અપીલ કરી હતી.

ગુજરાત અનેક ક્ષેત્રે પ્રથમ છે ત્યારે ગુજરાતની વિકાસયાત્રાને વધુ બળવત્તર બનાવવા અને ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે હ્યદયપૂર્વક કટિબધ્ધ બની આગામી દિવસોમાં ગુજરાત અને દેશની આન બાન તથા શાન જળવાઈ રહે અને દેશની પ્રતિષ્ઠાને આંચ ન આવે તે માટે ખભેખભા મિલાવી આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષ ચંદ્ર બોઝ અને શ્યામજીકૃષ્ણ વર્મા જેવા અનેક આઝાદીના લડવૈયાઓએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું ત્યારે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી છે ત્યારે તેને યાદ રાખીને દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણના સપનાને સાકાર કરવા સૌને પ્રતિબદ્ધ બનવા મંત્રીએ સૌને હાકલ કરી હતી. કાર્યક્રમમાં વર્ષ દરમિયાન ફરજ પર ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશેષ પ્રદર્શન કરનાર-સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વ્યક્તિ વિશેષોનું સન્માન પણ મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્રો અર્પણ કરીને કરવામાં આવ્યું હતું.

પોલીસ બેન્ડની સુરાવલીઓથી ગોધરા પોલિસ પરેડ ગ્રાઉન્ડ દેશ ભક્તિનાં રંગે રંગાયુ હતું. કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો.

સમગ્ર જિલ્લામાં ૭3માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગઈ કાલે રોશનીથી અગત્યની દરેક સરકારી ઈમારતોને શણગારવામાં આવી હતી તેમજ આજે દરેક સરકારી કચેરીઓ, નગર પાલિકા, ગ્રામ પંચાયતો, સહકારી-સ્વૈચ્છિક સંસ્થાઓમાં તિરંગો લહેરાવી સલામી અપાઇ હતી. પ્રજાસત્તાક પર્વની આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, અશ્વિનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, નાયબ વન સંરક્ષક એમ. મીણા, નિવાસી અધિક કલેક્ટર એમ.ડી. ચુડાસમા સહિતના વરિષ્ઠ અધિકારીઓ-જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના પદાધિકારીઓ, મહાનુભાવોએ સહભાગી થયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

કેનેડામાં વિઝા અને જોબ આપવાની લાલચ આપી ભરૂચના ઝાડેશ્વરના ઈસમ સાથે 18 લાખ ઉપરાંતની ઠગાઈ કરનાર છ ભેજાબાજો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

ખેડાની પોસ્ટ ઓફિસની બિલ્ડિંગ જર્જરિત હોવાથી રીનોવેશન કામ કરવામાં આવે તેવી લોક માંગ

ProudOfGujarat

રાજપીપલા : જીતનગર ખાતે નંદીકેશ્વર મહાદેવ મંદીરે શ્રાવણ માસમાં સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગ બનાવાય છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!