Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-પત્નીએ છાત્રાને ઘરે બોલાવી બારણું બંધ કર્યું અને પતિએ દુષ્કર્મ આચર્યું..

Share

 
સૌજન્ય-વડોદરા: ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાએ તેમના પરિચીતની ધો. 11માં અભ્યાસ કરતી દીકરીને ઘરે જમવા માટે બોલાવ્યા બાદ તેને લાફો માર્યો હતો. જ્યારે તેના પતિએ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે છાત્રાને મારી નાખવાની ધમકી આપી હતી. પતિ-પત્ની વચ્ચે ખટરાગ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વિદ્યાર્થિનીની માતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં દંપતી વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી મહિલાની 15 વર્ષની દીકરી ધો. 11માં અભ્યાસ કરે છે. વિસ્તારના બિલ્ડરને ત્યાં ડ્રાઇવિંગનું કામ કરતા જગદીશ ઠાકોર તેમજ તેની પત્ની અનિતા સાથે મહિલા અને તેના પતિને પરિચય થયો હતો. તેઓ અેકબીજાને ત્યાં અવરજવર કરતાં હતાં. મહિલા અને તેના પતિ બહાર ગામ ગયા હોઇ ત્યારે તેમની દીકરીનું જગદીશ અને તેની પત્ની ધ્યાન રાખતા હતાં. દરમિયાન માતા-પિતાની ગેરહાજરીમાં વિદ્યાર્થિના મોબાઇલ પર જગદીશે વોટ્સએપમાં આઇ લવ યું તેવો મેસેજ પણ લખ્યો હતો.

Advertisement

જગદીશ અને તેની પત્ની અનિતાએ વિદ્યાર્થિનીને ઘરે જમવા માટે બોલાવી હતી. વિદ્યાર્થિની જગદીશના ઘરે જતાં તેની પત્ની અનિતાએ લાફો મારી ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો જ્યારે જગદીશે છાત્રાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. તેણે છાત્રાને જાનથી મારવાની ધમકી આપી છેલ્લા 4 મહિનાથી અવારનવાર દુષ્કર્મ કર્યું હતું. જોકે, જગદીશ અને અનીતા વચ્ચે ખટરાગ થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. વિદ્યાર્થિનીની માતાએ જગદીશ ઠાકોર અને તેની પત્ની અનિતા વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી


Share

Related posts

અંકલેશ્વર : ધૂળ સફાઈનું મશીન જ ધૂળ ખાતું નજરે પડયું, પ્રજાનાં પૈસાથી મશીન વસાવ્યું પરંતુ રસ્તા જ એવા નથી કે મશીન રોડ પર ચાલી શકે, જાણો પાલીકાનો આવો કેવો વહીવટ…?

ProudOfGujarat

માંગરોળ : આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથનું આંબાવાડી ગામે સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ શ્રવણ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક નામનું ગ્રહણ લાગ્યું, વાહનોની લાંબી લાંબી કતારો જામતા અનેક લોકો અટવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!