Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરામાં લોકોની નજર ચૂકવી મોબાઈલની ચોરી કરતો શખ્સ ઝડપાયો.

Share

વડોદરામાં ભીડભાડવાળા વિસ્તારમાંથી લોકોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતાં શખ્સને વડોદરા સિટી પોલીસની ટીમે ઝડપી પાડયો છે.

વડોદરામાં સિટી પોલીસ અનડિટેકટ ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હોય જે દરમ્યાન અજયસિંહને બાતમી મળેલ કે શીતળા માતા મહોલ્લા નાકા પાસે એક ઈસમ મોબાઈલ વેચવા માટે ફરે છે આ બાતમીના આધારે બાતમીવાળી જગ્યા પર વડોદરા સિટી પોલીસની ટીમે તપાસ કરતાં આરોપી શંકર ઉર્ફે કાળિયો સોનુભાઈ મારવાડી રહે. વારસિયા વીમા દવાખાના પાછળ વડોદરા જે યુક્તિપૂર્વક અલગ-અલગ કંપનીના મોબાઈલ શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાંથી લોકોની નજર ચૂકવી ચોરી લેતો હોય જેને સિટી પોલીસે વિવો, સેમસંગ, રિયલમી, વનપ્લસ અલગ-અલગ કંપનીના કુલ 13 મોબાઈલ ફોન કિં.રૂ.1,02,500 સાથે અનડિટેકટ ગુનો ડિટેકટ કર્યો છે. આરોપીને પોલીસે ઝડપી લઈ સધન પૂછપરછ હાથધરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ અગાઉ ક્યાં ક્યાં ચોરી કરેલ તેની પણ વિગતો મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં હદ વિસ્તરણ મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ પ્રાણીઓ પર થતી ક્રૂરતા પર અવાજ ઉઠાવ્યો, કહ્યું “જનાવરને સમાન અધિકારો મળવા જોઈએ”

ProudOfGujarat

નડિયાદ-કઠલાલ રોડ પર  કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયોતા એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!