Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા મહાનગરપાલિકાની વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઇ.

Share

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મેયર કેયુર રોકડિયાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જે બેઠકમાં પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિત સ્થાયી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. બેઠક અંગે મેયર કેયુર રોકડિયા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિકાસના કામો અંગેની ચર્ચા માટે બેઠક હતી જેમાં વરસાદી, રોડના કામો ગુણવત્તાલક્ષી થાય તે માટે બેઠક હોવાનું જણાવ્યું હતું. સાથે જ બેઠકમાં સ્થાયી સભ્ય પરાક્રમસિંહ જાડેજાના છાણી ખાતે રોડ બનાવની તેમજ બંગલા પાસે દબાણ અંગેની કોઈ ચર્ચા કરવામાં આવી ન હોવાનું મેયર કેયુર રોકડિયા જણાવ્યું હતું.

પરાક્રમસિંહ જાડેજાએ બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી અને બેઠકમાં કોઈ પણ પ્રકારની વિવાદ અંગે ચર્ચા ન થઇ હોવાનું જણાવ્યું હતું સાથે જ વિશ્વામિત્રી બચાવ સમિતિના આગેવાન શૈલેષ અમીન દ્વારા બંગલા ખાતે વિશ્વામિત્રી નદીમાં દબાણ અંગેના પત્ર પર સ્પષ્ટતા કરતા કોઈ ઠોસ પુરાવો ન હોવાનું જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

સુરતમાં ત્રણ પેઢીથી પતંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા ધનશ્યામભાઈ કહે છે 68 વર્ષમાં પહેલી વખત ભયંકર મંદીનો સામનો પતંગ વ્યવસાયમાં કરવો પડી રહ્યો છે.

ProudOfGujarat

રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ નદી પરનો પુલ આજથી સદંતર બંધ કરી સમારકામ ચાલુ કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!