Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં સયાજીગંજની બેંક ઓફ બરોડામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

Share

વડોદરાની સયાજીગંજ સુરજ પ્લાઝામાં આવેલ બેંક ઓફ બરોડામાં આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર સયાજીગંજ સુરજ વિસ્તારની બેંક ઓફ બરોડામાં રિકવરી શાખામાં એ.સી.માં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં ફર્નિચર અને મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. બેંકમાં આગ લાગતા બેંકના કર્મચારીઓમાં નાસભાગ થતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતા. આગ લાગતાંની સાથે જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર શાખા દ્વારા પાણીનો મારો ચલાવી આગને ઓલવવાની કામગીરી હાથધરી હતી. ભારે જહેમત બાદ આગ ઓલવાઈ હતી. બેંકના કર્મચારીનું કહેવું છે કે આગમાં તમામ ઇલેક્ટ્રીક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો

ProudOfGujarat

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat

કલેક્ટર કચેરી, ભરૂચ ખાતેથી યાત્રાનું પ્રસ્થાન- શક્તિનાથ સર્કલ – પાંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!