Proud of Gujarat
FeaturedGujaratINDIA

સસ્તા ભાવે સોનું આપવાના બહાને છેતરપિંડી કરનારને ડાકોરથી ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ.

Share

વડોદરામાં ફરિયાદીને સસ્તામાં સોનું આપવાના બહાને ૭૨ લાખની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓને પોલીસે વડોદરાની શહેર ક્રાઈમ બ્રાન્ચે પુરાવાઓ સાથે ઝડપી પાડયા છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર સસ્તા ભાવે સોનું આપવાના બહાને પૈસા પડાવી લેતી ગેંગની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરેલ હોય જેમાં આરોપી અને મામદ નુરમામદ સોઢા અને જ્યોત ઉર્ફે જયેશ ગિરીશ ગીરીશભાઈ યુક્તિ પ્રયુક્તિથી ફરિયાદીને વિશ્વાસમાં લઇ સસ્તા ભાવે કસ્ટમનું સોનું આપવાના બહાને વાત કરી રૂપિયા મેળવી ફરિયાદી પાસેથી રૂ.ચાર લાખની માતબર રકમ પડાવી લઇ ફરિયાદીને રૂપિયા કે સોનુ પરત નહીં આપતા વડોદરાની ક્રાઇમ બ્રાંચે આ અગાઉ પણ આ કેસમાં તપાસ કરેલ હોય જે બંને આરોપીઓની અટક કરી પોલીસે રિમાન્ડની વધુ પડતી માંગ કરતા તેની આકરી ઢબે રિમાન્ડ માંગી પૂછતાછ કરતા આ ગુનાનો મુખ્ય આરોપી ઉર્ફે વિકી અજમેરી પોલીસથી સતત નાસતો ફરતો હોય પોતાની ઓળખ છુપાવી મુસ્લિમ હોવા છતાં હિન્દુ વિસ્તારમાં રહી રાહુલ નામ ધારણ કરી ડાકોરમાં હિન્દુના સ્વાંગમાં લોકોનો વિશ્વાસ કેળવી રહેતો હોય જેને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવી રાત્રિના સમયે ડાકોરમાં તપાસ કરતાં ઇલિયાસ ઉર્ફે વિક્કી અજમેરીને પોલીસે મોબાઇલ ફોન, સોના જેવી પીળી ધાતુના બિસ્કિટ સહિતના રૂપિયા ૫૦ હજારથી વધુનો મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. આ કેસમાં પોલીસે છેતરપિંડી સહિતની આઈ.પી.સી કલમ ૪૦૬ ૪૨૦ 323 ૩૮૬ 219 506 (2 )507 અને 120d મુજબની ફરિયાદ નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા મામલતદાર કચેરી પાસે પાણીની લીકેજ લાઈનમાંથી હજારો લીટર પાણીનો બગાડ છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે વિદ્યાર્થીઓની ચૂંટણી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!