Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં ચાલુ બાઇક પર આધેડને પાઇપનાં ફટકા મારી હત્યા કરતાં ચકચાર.

Share

વડોદરાના દંતેશ્વરથી તરસાલી જતાં મુખ્ય રોડ પર બાઈક સવારની પાઇપના ફટકા મારીને હત્યા કરવામાં આવતા અરેરાટી વ્યાપી ગઇ છે.

વડોદરાના દંતેશ્વર રોડ પર પૂર્વ પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર સુનિલ નાગર ઉં.વર્ષ 53 નોકરીનો સમય પૂરો કરી પોતાના ઘરે જતો હોય તે સમયે ચાલુ બાઇકે જ આધેડને પાઇપનાં ફટકા મારી હત્યા નિપજાવવામાં આવેલ છે. 18 વર્ષ પહેલા આ યુવાનના છુટાછેડા થઇ ચુક્યા છે, ત્રણ વર્ષ પહેલા જ સુનિલની પુત્રીના લગ્ન થયા હતા. હાલના સંજોગોમાં સુનિલ તેની માતા સુમિત્રા બહેન સાથે રહેતો હોય ઘરના ૫૦૦ મીટરના ડાયરામાં જ સુનિલની હત્યા થતા આ બનાવે ભારે ચકચાર જગાવી છે. સમગ્ર બનાવમાં પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી હત્યારાઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. વડોદરામાં અવારનવાર હત્યાના ગુના બની રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ નથી. આજે બનેલી આ ઘટનામાં સુનિલ પૂર્વ પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હતો અને વડોદરા મહાનગર પાલિકામાં જેસીબી ચલાવતો હોય ઓફિસથી નોકરી પૂર્ણ કરી ઘરે જતો હોય તે સમયે બનાવ બનવા પામ્યો છે. આ બનાવ બાદ વડોદરાના રહેવાસીઓમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગંદકીનું સ્વીમીંગ પુલ : લક્ષ્મીનગર વિસ્તારમાં પહેલા જ વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું : રહીશો દ્વારા તંત્ર પર અનેક આક્ષેપો લગાવાયા.

ProudOfGujarat

ભરૂચની જનતાના મતો મેળવી ભારતીય જનતા પાર્ટીએ ભરૂચને કર્યો અન્યાય : સંદીપ માંગરોલા

ProudOfGujarat

નડિયાદ : મોપેડ નામે કરવાની બાબતે ભાણીયાએ છરીથી હુમલો કરતા મામાનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!