Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના ચોરંદા ગામમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી પલાયન.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામમાં આવેલા જોશી ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી પલાયન થઇ જતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોરંદા ગામમાં આવેલા જોશી ફળિયામાં રહેતા પ્રકાશભાઈ નર્મદા શંકર જોશીના મકાનને બહાર દરવાજામાં તાળું મારેલું હતું અને ચાવી બહાર નિદ્રા માણી રહેલા પરિવારજનોએ ઓશિકા નીચે મૂકી હતી.

તસ્કરોએ ઓશિકા નીચેથી ચાવી સેરવી લઈ તાળું ખોલી ઘરમાં પ્રવેશી કબાટ તેમજ બેડમાં રહેલા સોનાના – ચાંદીના દાગીના આશરે ૨૦ થી ૨૨ તોલા તેમજ રોકડા રૂપિયા ૭૦૦૦ ચોરી કરી પલાયન થઇ ગયા હતા. પરિવારજનો જ્યારે સવારે નિદ્રામાંથી ઉઠ્યા ત્યારે ઘરમાં વસ્તુઓ વેરણછેરણ પડેલી જોતા પરિવારજનોના પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી. ચોરી સંદર્ભે મકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

હોટલમાં સીસીટીવી ફૂટેજનું 30 દિવસનું બેકઅપ નહીં રાખતાં બે હોટલ માલિકો સામે કાર્યવાહી

ProudOfGujarat

સુરવાડી બ્રીજ પર યામાહાની એફઝેડએસ બાઇક રેલિંગમાં ભટકાતાં ચાલકનું મોત

ProudOfGujarat

ભરૂચ : બંબાખાના નયના ચોક વિસ્તારમાં સ્થાનિક વિસ્તારનાં હાંસોટી ખારવા સમાજ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી ગણપતિ બાપ્પાને છપ્પન ભોગ ધરાવી બાળકોની જ્ઞાન વર્ધક પરીક્ષા લઈ કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!