Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : વારસિયા વિસ્તારમાં પડેલો ભૂવો અકસ્માતની રાહ જોઈ રહ્યો છે???

Share

વડોદરા શહેરમાં આવેલ વારસિયા વિસ્તારમાં સાંઈબાબા નગર સોસાયટી પાસે સાત દિવસ પહેલાં ભૂવો પડ્યો હતો પરંતુ આ ભુવાને ખાલી કોર્ડન કરીને પતરા મારવામાં આવ્યા છે.

હાલમાં આ ભુવો અકસ્માતની રાહ જોતો હોય તેમ દ્રશ્યમા દેખાઈ રહ્યું છે. આજરોજ પરમાર કમલેશ સામાજીક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લેતા હોય છે ટૂંક સમયમાં વડાપ્રધાન વડોદરા ખાતે આવવાના છે પરંતુ આ ભુવાને સાત દિવસ થયા છતાં પણ આજદિન સુધી રીપેરીંગ કે પુરાણ કરવામાં આવ્યું નથી તેનું મુખ્ય કારણ સમજાતું નથી સાથે સામાજિક કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું કે જો આ ભુવાને ૨૪ કલાકમાં રીપેરીંગ કામ કરવામાં નહીં આવે અને પુરાણ કરવામાં નહીં આવે તો સ્થાનિક નાગરિકો સાથે ચોવીસ કલાક બાદ આ ભુવાની બાજુમાં બેસીને રામધુન કાર્યક્રમ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિસ્તારના કોર્પોરેટર અધિકારીઓ સાથે વડોદરા શહેરના મેયર મ્યુ,કમિશનર, ચેરમેનની રહેશે.

Advertisement

Share

Related posts

ગુજરાતના સૌથી નાના બાળકે MIS-Cની બિમારીને મ્હાત આપી:9 દિવસની સારવાર બાદ હાલ બાળક સ્વસ્થ

ProudOfGujarat

ઘોરકળયુગ : ડીસામાં મા ની મમતા લજવાઈ : પરિવારે વૃદ્ધાને કચરામાં રઝળતા મૂક્યાં !

ProudOfGujarat

ભરૂચનાં પારસીવાડ વિસ્તારમાં ક્રિકેટ મેચ પર સટ્ટા બેટિંગ કરનાર એક ઇસમની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!