Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં સિમળી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ટ્રેકટર ખાબકતા ટ્રેકટર ચાલકનું મોત નિપજયું…

Share

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સિમળી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા ટ્રેક્ટર ચાલકનું મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સિમળી પાસેથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચ કેનાલમાં ટ્રેકટર ખાબકતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ટ્રેક્ટર ચાલક હિતેશ પટેલ જ્યારે ખેતરેથી પરત ફરી રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકટોળા ઉમટયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ ટ્રેક્ટરને જે.સી.બી મશીનની મદદથી બહાર કાઢયું હતું. ઘટનામાં ટ્રેકટર ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પી.એમ.અર્થે મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. વધુ તપાસ શિનોર પોલીસ ચલાવી રહી છે.

યાકુબ : પટેલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વધુ 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ 171 લોકો કોરોનાથી સંક્રમિત થયા જ્યારે બે લોકોના મોત થતા જિલ્લામાં કુલ 8 લોકોના મોત થયા હોવાની વિગતો બહાર આવી છે.

ProudOfGujarat

બુટલેગરોનું દારૂ ઘુસાડવા હિંમતભેર એડીચોટીનું જોર : વડોદરા ચૂંટણીમાં બુટલેગરોની દારૂની રેલમછેલ પર બ્રેક મારતી શામળાજી પોલીસ.

ProudOfGujarat

તવરા ગામે લીલાગરી માતાજીના મંદિર નો પાંચમો પાઠઉત્સવ ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!