Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાનાં સાયખા GIDC રોડ ઉપર યુવતીની મશ્કરી કરે છે તેમ કહી મારતા ઇજા ગ્રસ્ત યુવાનનું મોત.

Share

વાગરા તાલુકાનાં સાયખા GIDC માં યુવતીને છેડતી કરે છે તેમ કહી માર મારતા યુવાનને જીવલેણ ઇજા પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. બનાવની વિગતો અનુસાર વાગરા તાલુકાની સાયખા GIDC નજીક જય કેમિકલ નજીક રહેતો દિનેશ કાનજી સગાડીયા ઉં-23 કે જે મજૂરી કામ કરે છે તે તા.13 નાં રોજ સાયખા ગામની આર.કે. સિન્થેટીક કંપની નજીક કામ કરતાં દેવજીભાઈને ત્યાં મળવા માટે ગયો હતો. તે સમયે ત્યાં જ રહેતા ચિરાગ ખાડિયા, દુલાભાઈ નિનામા, મુકેશ ભૂરિયા કે જેઓ પણ મજૂરી કામ કરે છે તેમણે આવીને દિનેશને કહ્યું હતું કે તું કેમ આ બાજુ આવે છે અને અમારા બૈરાઓની છેડતી કરે છે તેમ કહી તેને માર મારી તથા મુકેશએ લાકડીના સપાટા માથાનાં ભાગે મારતા તેના કાનમાંથી લોહી નીકળતા તેને સારવાર અર્થે ભરૂચ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓ સામે 307 સહિતનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતો. જોકે દિનેશનું સારવાર દરમ્યાન મોત નિપજતાં પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી WHO ગ્લોબલ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા.

ProudOfGujarat

ભરૂચ એસ.ટી વિભાગ કચેરીનું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચના હલદરવા ગામે સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ  કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!