Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : ભારતીય ટ્રાયબલ પાર્ટી અને ભીલીસ્તાન સેનાએ મહેસુલ – ઘર વેરો, લાઈટબીલ માફ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી.

Share

ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બી ટી પી)અને ભીલીસ્તાન ટાઇગર સેના (બી. ટી. એસ)ના આગેવાનોએ રાજ્યના મુ.મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ મહેસુલ-ઘર વેરો સહીત અન્ય સરકારી વેરાઓ તેમજ છ માસનું વીજ બિલ માફ કરવાની માંગ કરી છે. સુરત જીલ્લા ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં પ્રમુખ સુભાષ ભાઇ વસાવાએ માંગરોળનાં નાયબ મામલતદારને બી. ટી.એસ નાં સહકાર્યકરો સાથે રાજ્યનાં મુખ્યમંત્રીને સંબોધીને લખેલુ એક આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યુ કે હાલમાં લોકડાઉન કારણે તમામ લોકોના ધંધા રોજગાર સદંતર બંધ છે. લોકો પાસે આવકનાં કોઈ સ્ત્રોત નથી ત્યારે લોકોની દયનીય હાલતને ધ્યાનમાં લઇ બી.ટી.પી અને બી.ટી.એસ પાર્ટી સંગઠને લોકોના હીતમાં આ માંગ સરકાર સમક્ષ કરી છે. સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય કરી લોકોને મદદ કરે તે ખુબ જ જરૂરી છે. પ્રજાના સરકારી વેરો લાઈટબીલ માફ કરી લોકોને ન્યાય આપે.

Advertisement

Share

Related posts

ગુજરાતની કેસર કેરીની ડિમાન્ડ યુ.એસ.એ અને યુરોપમાં વધી, વિવિધ દેશોમાં કેસર કેરી લોકપ્રિય.

ProudOfGujarat

માંગરોળની હરસણી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat

એફઆઈએએ પૂર્વ ગુજરાતમાં તેના બિઝનેસ કોરસપોન્ડન્ટ એજન્ટ નેટવર્કને મજબૂત બનાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!